માતાની સાથે મંદિર જઈ રહ્યો હતો આ અભિનેતા, રસ્તામાં ગુંડાઓએ કરી મારામારી, તૂટી ગયું નાક
South Actor Chetan Chandra Mob Attack: સેલિબ્રિટી સાથે કોઈને કોઈ ઘટના ઘટતી હોય છે. જેમાં હાલમાં જ એક અભિનેતા સાથે એક ઘટના ઘટી છે. બેંગલુરુના કાગગલીપુરામાં રવિવારે રાત્રે 20 લોકોના ટોળાએ કન્નડ અભિનેતા ચેતન ચંદ્ર પર હુમલો કર્યો હતો. ચેતન અને તેની માતા મધર્સ ડે નિમિત્તે મંદિરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. કન્નડ અભિનેતાએ હુમલા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લોહીલુહાણ જોવા મળ્યો હતો.
ચેતન ચંદ્રા પર થયો હુમલો
અભિનેતા ચેતન ચંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કરીને હુમલાની માહિતી આપી છે, જેના પછી તેના ફેન્સ તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે લોહીથી લથબથ જોવા મળી રહ્યો છે. તેના મોં અને નાકમાંથી લોહી વહી રહ્યું છે. કપડાં પણ લોહીથી લથપથ છે. તેમજ તેની આંખમાં પણ ઈજા થઈ છે.
અભિનેતા પર જીવલેણ હુમલો
કન્નડ અભિનેતા ચેતન ચંદ્રા 'રાજધાની' અને 'જરાસંધ' જેવી ફિલ્મો માટે જાણીતા છે. પોતાનો વીડિયો શેર કરતી વખતે અભિનેતાએ કહ્યું છે કે તે ગઈકાલે રાત્રે તેની માતાને મંદિરે લઈ ગયા હતા. જયારે તેઓ દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે ત્યારે 20 લોકોએ તેમના પર લૂટના આશયથી હુમલો કર્યો હતો.
પહેલા એક નશામાં ધૂત વ્યક્તિએ અભિનેતાની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ ઘણા લોકો તેમની કારનો પીછો કરવા લાગ્યા હતા. આ પછી કાગલીપુરા પાસે એક મોટું ટોળું ભેગું થયું અને તેમના પર હુમલો કર્યો. વીડિયોમાં અભિનેતા ઘાયલ અને લોહીલુહાણ દેખાઈ રહ્યો છે. તેનું નાક પણ તૂટી ગયું છે. વીડિયોમાં, અભિનેતાએ ન્યાયની માંગ પર ભાર મૂક્યો અને કહ્યું કે તેણે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોણ છે ચેતન ચંદ્ર?
ચેતન ચંદ્ર, કેબી રામચંદ્ર અને બીએન અનુસૂયાના પુત્ર છે. કેબી રામચંદ્ર મલેશિયામાં માઇનિંગ એન્જિનિયર છે. ચંદ્રા ઇન્ફોર્મેટિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. અભિનેતાએ 2008માં ફિલ્મ 'PUC'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જોકે તેને 2010માં આવેલી ફિલ્મ 'પ્રેમિઝમ'થી સફળતા મળી હતી.