સાઉથ એક્ટર બાલાએ મંદિરમાં કર્યા ત્રીજા લગ્ન, ફોટો થયા વાયરલ
Image: Facebook
South Actor Bala Married Third Time: તમિલ અને મલયાલમ એક્ટર બાલાએ ઘણી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સફળ છે. જોકે બાલાની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટર હવે ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો છે. બાલાના ત્રીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બાલાએ મંદિરમાં કર્યા ત્રીજા લગ્ન
બાલાએ ત્રીજા લગ્ન બુધવારે સવારે 8.30 વાગે એર્નાકુલમના કલૂર પાવકુલમ મંદિરમાં કર્યા છે. એક્ટરના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યાં. બાલાએ આ વખતે ચેન્નઈના પોતાના સંબંધી કોકિલા સાથે લગ્ન કર્યાં છે. કોકિલા તેમના માતાના સંબંધમાં તેમના અંકલના પુત્રી છે.
બાલાના લગ્નની તસવીર થઈ રહી છે વાયરલ
લગ્ન બાદ બાલાના પત્ની સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં એક્ટર વ્હાઈટ કુર્તામાં નજર આવી રહ્યો છે અને તેના પત્ની કોકિલા મસ્ટર્ડ અને મરૂન કોમ્બિનેશનની સાડી પહેરેલા નજર આવી રહ્યાં છે. તેમણે ગોલ્ડ જ્વેલરી પણ પહેરેલી છે અને તેમના ગળામાં હારમાળા પણ નજર આવી રહી છે.
લગ્ન બાદ બાલાએ શું કહ્યું?
લગ્ન બાદ બાલાએ કહ્યું, 'કોકિલા મારી સંબંધી છે અને મારી ઈચ્છા હતી કે મારા માતા અમારી સાથે જશ્ન મનાવવા માટે અહીં હોત. તેઓ 74 વર્ષના છે અને તેમની તબિયત સારી નથી પરંતુ તેઓ હકીકતમાં આમાં સામેલ થવા ઈચ્છતા હતા. આ લગ્નએ કોકિલાનું સ્વપ્ન પૂરું કરી દીધું જે તેમણે યુવાનીમાં જોયુ હતુ.'
આ પણ વાંચો: 'મેં કાળા હરણને નહોતું માર્યું', જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ
બાલાએ પહેલા લગ્ન સિંગર અમૃતા સાથે કર્યા હતા
બાલાની પર્સનલ લાઈફ ખૂબ પડકારપૂર્ણ રહી છે. બાલાના પહેલા લગ્ન સિંગર અમૃતા સુરેશ સાથે થયા હતા પરંતુ મતભેદોના કારણે તેમના ડિવોર્સ થઈ ગયા. તલાક બાદ તેણે એલિઝાબેથ ઉદયન સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના આ લગ્ન રજિસ્ટર્ડ નહોતા. હવે ત્રીજી વખત બાલાએ પોતાના સંબંધી કોકિલા સાથે લગ્ન કર્યાં છે.