VIDEO: સાઉથના દિગ્ગજ એક્ટરનો દુબઈમાં ભયંકર અકસ્માત, કાર દુર્ઘટના દૃશ્યો આવ્યા સામે
South Actor Ajith Kumar Car Accident in Dubai : સ્ટાર હીરો અજિથ કુમાર એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા છે. દુબઈમાં રેસિંગ ઇવેન્ટ દરમિયાન તેમની કાર બાજુના ટ્રેક સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર રેસિંગના શોખીન અજિથ કુમાર દુબઈ 24 કલાકની રેસિંગની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેતાના કાર અકસ્માતનો વીડિયો શેર કર્યો છે. આ અકસ્માતમાં અભિનેતાની કારના ટુકડા થઈ ગયા હતા.
દુબઈમાં અજીત કુમારની કારનો અકસ્માત
અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા હતા. રેસ પહેલા અભિનેતાએ રેસ ટ્રેક પર પ્રેક્ટિસ પણ કરી હતી. આગલા દિવસે અભિનેતાની ટીમે શેર કર્યું હતું કે, તે આજથી દુબઈમાં તેના પ્રેક્ટિસ સત્રો શરુ કરશે. જોકે, આ પ્રેક્ટિસ સેશન તેના માટે ઘાતક સાબિત થયું છે. જો કે, અભિનેતાને સમયસર કારમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેમને મોટા જોખમમાંથી બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો
અભિનેતાની રેસિંગ પ્રેક્ટિસ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેક્ટિસ સેશનના વીડિયોમાં અભિનેતાની કાર અચાનક નિયંત્રણ ગુમાવી દે છે અને કાર ટ્રેક પર ફરતી જોવા મળે છે અને આગળ જઈને ટકરાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કારના ટુકડા થઈ ગયા, પરંતુ અભિનેતાને તરત જ સમયસર કારમાંથી બહાર કાઢવામાં આવ્યો.
ચાહકોએ અભિનેતાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી
સોશિયલ મીડિયા પર અભિનેતાની રેસિંગ પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતનો વીડિયો વાયરલ થતાં જ ચાહકો અભિનેતાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, અભિનેતા અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઈ સ્વાસ્થ્ય અપડેટ શેર કરવામાં આવ્યું નથી.