જો જોનાસ સાથે છૂટાછેડા બાદ સોફી ટર્નરને નવો બોયફ્રેન્ડ મળી ગયો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
જો જોનાસ સાથે છૂટાછેડા બાદ સોફી ટર્નરને નવો  બોયફ્રેન્ડ મળી ગયો 1 - image


- પેરીસમાં કિસ કરતી જોવા મળી

- સોફીનો નવો બોયફ્રેન્ડ બ્રિટિશ નબીરો છે, અગાઉ ગ્રીસની રાજકુંવરી સાથે ડેટિંગ કરતો હતો

મુંબઇ : પ્રિયંકા ચોપરાની ભૂતપૂર્વ જેઠાણી સોફી ટર્નરને જો જોનાસ સાથે છૂટાછેડા બાદ નવો બોયફ્રેન્ડ મળી ગયો છે. તે એક બ્રિટિશ નબીરા પેરિગ્રિન પિઅર્સનને ખુલ્લેઆમ કિસ કરતી જોવા મળી હતી. 

૨૯ વર્ષનો પેરિેગ્રીન બ્રિટિશ ઉમરાવ ખાનદાનમાંથી આવે છે. તે ૨૨ કરોડ પાઉન્ડની અસ્ક્યામતો ધરાવે છે એમ કહેવાય છે. 

સોફી અને પેરિગ્રીન પેરીસમાં જાહેરમાં ચુંબન કરતાં જોવા મળ્યાં હતાં. તેમની તસવીરો યુરોપિયન મીડિયામાં વાયરલ થઈ છે.પેરિગ્રીન અગાઉ મોડેલ પ્રિન્સેસ મારિયા ઓલિમ્પિયા સાથે રિલેશનશિપમા ંહતો. મારીયા ગ્રીસના રાજપરિવારની દીકરી છે.

સોફી અને જો જોનાસ તાજેતરમાં જ છૂટાં પડયાં હતાં. જોકે, તેમણે  બે સંતાનોનાં કો પેરેન્ટિંગ માટે સમજૂતી પણ સાધી છે. 

જો જોનાસ અને સોફી છૂટાં પડયાં પછી પ્રિયંકા અને સોફીએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. 

સોફી બહુ ઠાઠમાઠથી જીવવા તથા પાર્ટીઓ કરવા ટેવાયેલી હતી અને તેથી જો જોનાસ સાથે તેની લાઈફસ્ટાઈલનો મેળ નહીં પડયો હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News