સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશનું ફિલ્મ Donoથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ, ટ્વીટર પર શેર કર્યો વીડિયો
Image Source: Wikipedia
મુંબઈ, તા. 21 જુલાઈ 2023 શુક્રવાર
ફિલ્મ પ્રોડ્યુસર સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ એસ. બડજાત્યા રાજશ્રી ફિલ્મ્સની આગામી પ્રેમ કહાની 'દોનો' ની સાથે પોતાના ડાયરેક્ટિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. ટ્વીટર પર રાજશ્રી ફિલ્મ્સે એક ઝલક શેર કરી, જેમાં પાણીની લહેરો રેતાળ સમુદ્ર કિનારા સાથે અથડાતી જોવા મળી રહી છે. કોઈ બેકગ્રાઉન્ડ સ્કોર નથી કેમ કે માત્ર પાણીનો અવાજ સાંભળી શકાય છે.
25 જુલાઈએ રિલીઝ થશે ટીઝર
રાજશ્રી પ્રોડક્શનના ટ્વીટર હેન્ડલ પર ફિલ્મનો ટીઝર એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરવામાં આવ્યો. જેમાં જાણકારી આપવામાં આવી કે ફિલ્મનું ટીઝર 25 જુલાઈએ દર્શકો માટે રિલીઝ કરી દેવામાં આવશે. કેપ્શનમાં લખવામાં આવ્યુ, ''દો અજનબી, એક મંજિલ''
લવ સ્ટોરીથી કરિયરની શરૂઆત થશે
ફિલ્મ 'મૈને પ્યાર કિયા'ના 33 વર્ષ બાદ રાજશ્રીએ જિયો સ્ટુડિયો સાથે મળીને પોતાની આગામી ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. જે તેમની આગામી પેઢીના ડાયરેક્ટર અવનીશ એસ બડજાત્યા દ્વારા નિર્દેશિત એક પ્યારી પ્રેમ કહાની છે. ફિલ્મ અને કલાકારો વિશે જાણકારી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.
સૂરજ બડજાત્યાએ 'મૈને પ્યાર કિયા' થી ડેબ્યૂ કર્યુ હતુ
મૈને પ્યાર કિયાનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યુ હતુ. જેમાં સલમાન ખાન અને ભાગ્યશ્રી છે. આ ફિલ્મથી સૂરજ બડજાત્યા અને ભાગ્યશ્રીએ ડેબ્યૂ કર્યુ હતુ. મૈને પ્યાર કિયા અત્યાર સુધીની સૌથી રોમેન્ટિક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ પોતાના સાઉન્ડટ્રેક, સલમાન અને ભાગ્યશ્રી વચ્ચેની કેમેસ્ટ્રીના કારણે લોકોમાં લોકપ્રિય બની ગઈ.
આટલી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યુ છે રાજશ્રી
રાજશ્રી 1947માં સ્થાપિત એક ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે, જે મુખ્યરીતે હિન્દી ફિલ્મોના નિર્માણમાં સામેલ છે. કંપની દ્વારા નિર્મિત સૌથી સફળ ફિલ્મોમાં દોસ્તી (1964), અંખિયો કે ઝરોખો સે (1978), નદિયા કે પાર (1982), સારાંશ (1984), મૈને પ્યાર કિયા (1989), હમ આપકે હૈ કોન (1994), હમ સાથ સાથ હૈ (1999), વિવાહ (2006) અને પ્રેમ રતન ધન પાયો (2015) સામેલ છે. તેણે વો રહને વાલી મહેલો કી, યહાં મૈં ઘર-ઘર ખેલી અને પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા-પ્યારા જેવા સફળ શો નું નિર્માણ કર્યુ છે.
Two strangers, one destination!#Dono, Teaser out on 25th July.
— Rajshri (@rajshri) July 20, 2023
Directed by Avnish Barjatya@jiostudios #DonoTheFilm #TeaserOutOn25thJuly @dono_film pic.twitter.com/jU9IKw9eEn