સલમના સાથે નવી ફિલ્મ બનાવવાનો સૂરજ બડજાત્યાનો સંકેત
- જોકે, પ્રોજેક્ટની ટાઈમલાઈન નક્કી નહીં
- સલમાનની વધતી વય પ્રમાણે પ્રેમનાં પાત્રને નવાં સ્વરુપમાં ઢાળવામાં આવશે
મુંબઇ : સૂરજ બડજાત્યાઅને સલમાન ખાન ફરી સાથે કામ કરવાના છે. બડજાત્યા સલમાનની વધતી વયને ધ્યાનમાં રાખીને તેના માટે પ્રેમનું પાત્ર નવેસરથી તૈયાર કરશે.
બડજાત્યાએ જણાવ્યુ ંહતુ ંકે, આ પ્રોજેક્ટને સમય લાગી શકે એમ છે. મારે સલમાનની વયને ધ્યાનમાં રાખીને મારે પાત્ર તૈયાર કરવાનું છે. દર્શકો હવે તેનની પાસેથી પહેલા જેવી આશા-અપેક્ષા રાખી શકે નહીં. તેથી મને એના પાત્ર માટે થોડો વધુ સમય જોઇએ છીએ જેથી હું નવા પ્રેમને તૈયાર કરી શકું.
ઉલ્લેખનીય છે કે સૂરજ આ અગાઉ જ આયુષમાનને નવા પ્રેમ તરીકે રજૂ કરી લવ સ્ટોરી બનાવવાની ઘોષણા કરી ચૂક્યો છે.