સોનુ સુદ હવે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવશે
મુંબઇ : એક્ટિંગ કરતાં પણ કોરોના કાળ બાદ સમાજ સેવા માટે વધુ જાણીતા બનેલા સોનુ સુદે હવે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવવાનું નક્કી કર્યું છે.
સોનુ ડીપ ફેકના વિષય પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મનું ટાઈટલ 'ફતેહ' હશે. ફિલ્મની હિરોઈન તરીકે જેક્લિન ફર્નાન્ડિઝની પસંદગી કરવામાં આવી છે.
સોનુના જણાવ્યા અનુસાર પોતે પણ ડીપ ફેકનો શિકાર બન્યો છે અને તેથી આ વિષયને તે ઊંડાણપૂર્વક સમજ્યો છે. આથી, તેણે પોતે જ ફિલ્મની સ્ટોરી પણ લખી છે.
સોનુ સુદને બોલીવૂડમાં ખાસ સફળતા મળી નથી પરંતુ તેણે સાઉથની પણ કેટલીક ફિલ્મો કરી છે. જોકે, કોરોના કાળ વખતે તેણે લોકોને ઓનલાઈન હેલ્પ શરુ કરવાનું નક્કી કર્યું તે પછી તેની લોકપ્રિયતા વધી છે.