સોનુ સૂદે સલમાન ખાનને ના પાડી દીધી હતી, દબંગ-2માં છેદીના ભાઈનો રોલ પસંદ જ નહોતો!
Image: Facebook
Sonu Sood: અભિનેતા સોનુ સૂદ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ માટે વધુ જાણીતો છે. સોનુ સૂદને ગરીબોના મસીહા કહેવામાં આવે છે. જરૂરિયાતમંદોને મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. સોનુ ઈન્ડસ્ટ્રીમાં તેના અલગ-અલગ પાત્રો માટે જાણીતો છે, તેણે 2010માં દબંગમાં વિલનની ભૂમિકા ભજવી હતી, જોકે તે ફિલ્મના બીજા ભાગમાં જોવા મળ્યો ન હતો. હવે અભિનેતાએ તેની પાછળનું કારણ જાહેર કર્યું છે.
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ ખુલાસો કર્યો કે 'મને દબંગ-2 માં રોલ રસપ્રદ લાગ્યો ન હતો. જેના કારણે મે નકારવાનો નિર્ણય કર્યો હતો. સલમાન ખાન અને અરબાઝ ખાને છેદી સિંહના ભાઈની ભૂમિકા ભજવવા માટે ફરીથી મારો સંપર્ક કર્યો હતો. જ્યારે કોઈ ફિલ્મમાં કોઈ રોલ યોગ્ય ન લાગે તો તેને તરત જ ના પાડી દેવી ખૂબ જ જરૂરી છે.' અભિનેતાએ અરબાઝ અને સલમાનને કહ્યું, 'હું આ રોલ માટે ઉત્સાહિત નથી, તો હું કેવી રીતે કરી શકું? મને મારો પોતાનો રોલ સમજાતો ન હતો અને તે ફિલ્મના પહેલા ભાગ કરતા પણ ઓછો પ્રભાવશાળી લાગતો હતો. તેઓ મારી વાતને સમજી રહ્યા હતા અને કહ્યું કે કોઈ સમસ્યા નથી. સલમાન સાથે મારી એટલી ગાઢ મિત્રતા છે કે જ્યારે દબંગ- ટુ રિલીઝ થઈ હતી ત્યારે ભાઈજાને મને પ્રીમિયર માટે પણ આમંત્રણ આપ્યું હતું.'
ઉલ્લેખનીય છે કે દબંગ અને દબંગ-ટુ થિયેટરમાં હિટ રહી હતી. જોકે દબંગ-3 ને દર્શકો તરફથી બહુ પ્રેમ મળ્યો નથી.