અભિનેતા સોનૂ સૂદે કહ્યું- કોરોના ફરી આવી રહ્યો છે, મારી જરૂર પડે તો ફોન નં. એજ છે
સોનૂની નિસ્વાર્થ સેવાએ ભારતમાં ઘણાં લોકોએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો
IMAGE:Twitter |
કોવિડની પહેલી લહેર અને બીજી લહેર વખતે સામાન્ય લોકોનાં દેવદૂત બની ગયા હતા સોનૂ સૂદ. તેમણે હજારો લોકોની મદદ કરી હતી અને કરોડો આશીર્વાદ મેળવ્યા હતા. સોનૂની નિસ્વાર્થ સેવાએ ભારતમાં ઘણાં લોકોએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો.
તાજેતરમાં જ્યારે સોનૂ ઇન્દોરમાં મહાદેવની પૂજા કરીને પાછા ફરી રહ્યાં હતા ત્યારે લોકોએ અને સ્થાનિક મીડિયાએ ફરી કોરોના આવી રહ્યો છે તે અંગે સવાલો કર્યા હતા. આ વાતનાં જવાબમાં સોનૂએ કહ્યું હતું કે મને જાણકારી મળી કે ફરી કોવિડના અંદેશા મળી રહ્યાં છે. હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ અને કોઇને પણ મદદની જરૂર હોય તો કહી શકે છે, મારો ફોન નંબર એ જ છે. ગઇ વખતે મોલૂએ પોતાની પ્રોપર્ટી ગીરવે રાખીને પણ ઓક્સિજનનાં બાટલાની વ્યવસ્થા કરી હતી અને લોકોની મદદે આવ્યા હતા.