Get The App

સોનુ નિગમ કાચિંડો અને ધુર્ત માણસઃ સોમી અલીના આરોપો

Updated: Sep 28th, 2024


Google News
Google News
સોનુ નિગમ કાચિંડો અને ધુર્ત  માણસઃ સોમી અલીના આરોપો 1 - image


- સોનુ નિગમ તદ્દન ગટર લેવલ પર ઉતરી ગયો હતો

- સલમાનના સંપર્કમાં આવવા માટે જ સોનુએ મારો ઉપયોગ કર્યો હતો તેવો સોમીનો આરોપ

મુંબઈ : સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ગાયક સોનુ નિગમ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે સોનુ નિગમને કાચિંડા જેવો રંગ બદલનારો, ધુર્ત અને ગટર લેવલનો માણસ ગણાવ્યો છે. 

સોમી અલીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે વર્ષો પહેલાં પોતે એક ટોક શો યોજ્યો હતો તેમાં સોનુ નિગમને બોલાવ્યો હતો. સોમીએ શરુઆતમાં સોનુનું નામ લીધું ન હતું પરંતુ બાદમાં કોમેન્ટમાં તેણે તેના વિશે ઉલ્લેખ કર્યો હતો. 

સોમીના જણાવ્યા અનુસાર સોમીએ આ શોમાં એવી ડાહી ડાહી વાતો કરી હતી કે પોતે તેનાથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. જોકે , સલમાન સાથે સંબંધ પૂર્ણ થયા બાદ ં પોતે સોનુને જ લંડનમાં એક કામ મળે તેમ હતું તે માટે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સોનુએ તેને દાદ આપી ન હતી. બાદમાં સોમી અલીને જાણ થઈ હતી કે સોનુ  તે સમયે તેના શોમાં એટલા માટે જ આવ્યો હતો કે તે સલમાનની નિકટ આવવા માગતો હતો.

સોમીના જણાવ્યા સોનુએ બાદમાં જે રીતે રંગ બદલ્યો તેનાથી તેને આંચકો લાગ્યો હતો. તેણે કહ્યુ હતું કે પોતાને સોનુના ગીતો ગમે છે પરંતુ તે આટલી નીચલી કક્ષાએ ઉતરી જશે તેવી તેને આશા ન હતી. 

Tags :
Sonu-NigamSomi-Ali

Google News
Google News