સોનમ નવરાત્રિમાં મુંબઈમાં નવાં ઘરમાં શિફ્ટ થઈ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
સોનમ નવરાત્રિમાં મુંબઈમાં નવાં ઘરમાં શિફ્ટ થઈ 1 - image


- મોટાભાગે લંડનને બદલે મુંબઈમાં જ રહેશે

- મુંબઈમાં સ્થાયી થઈ સોનમ બોલીવૂડમાં ફરી કેરિયર જમાવવા ઈચ્છતી હોવાની અટકળો

મુંબઇ : લગ્ન પછી લંડન શિફ્ટ થઈ ગયેલી સોનમ મુંબઈ પાછી ફરી છે અને તેણે મુંબઈમાં નવું ઘર ખરીદી લીધું છે. તે આ નવરાત્રિમાં મુંબઈનાં નવેાં ઘરે શિફ્ટ થઈ ગઈ છે. તેણે જાતે જ સોશિયલ મીડિયા પર પોતે પતિ આનંદ અને પુત્ર વાયુ સાથે નવાં ઘરમાં શિફ્ટ થયાની જાહેરાત કરી હતી. 

સોનમે લખ્યું છે કે, અમે આ અઠવાડિયાની શરૂઆતમાં અમારા મુંબઇના નવા ઘરમાં રહેવા આવી ગયા છીએ. અમારા દિલમાં ખુશી અને આશા છે. અમે અમારા નવા ઘરમાં નવી યાદો બનાવીશું. જોકે અભિનેત્રીએ મુંબઇમાં ક્યાં નવું ઘર લીધું છે તેનો ઉલ્લેખ કર્યો નથી.  સોનમે  ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ઘરની ઝલક  પણ પોતાના ચાહકોને દેખાડી છે. 

સંખ્યાબંધ ચાહકોએ સોનમને ગૃહ પ્રવેશ નિમિત્તે અભિનંદન પાઠવ્યાં હતાં. જોકે, કેટલાક ચાહકોએ હવે તે લંડન રહેવાની છે કે મુંબઈ તે વિશે અટકળો વ્યક્ત કરી હતી. 

બોલીવૂડના સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન તથા સંતાન પછી કારકિર્દીથી દૂર થઈ ગયેલી સોનમ લાંબા સમયથી બોલીવૂડ તથા ઓટીટી સ્પેસમાં ફરી કારકિર્દી જમાવવા પ્રયાસ કરી રહી છે.  તેને ખ્યાલ આવ્યો છે કે લંડન તથા મુંબઈ વચ્ચે અપડાઉન કરતા રહીને પોતે બોલીવૂડ પર ફોક્સ કરી શકે તેમ નથી. ખાસ કરીને રવિના ટંડન, સુસ્મિતા સેન તથા અન્ય હિરોઈનો જે રીતે ઓટીટી સ્પેસમાં પોતાનું સ્થાન બનાવી રહી છે તે પછી સોનમ પણ કેટલાક મોટા ઓટીટી પ્રોજેક્ટસમાં કામ કરવા ઈચ્છે છે. 


Google NewsGoogle News