રંગા બિલ્લા પરની સીરિઝમાં અલી ફઝલ સાથે સોનાલી બેન્દ્રે
- દિલ્હીમાં શૂટિંગ શરુ કરી દેવાયું
- પાતાલલોકના દિગ્દર્શકને દિગ્દર્શન સોંપાયું, આ વર્ષના અંતમાં રીલિઝ કરાશે
મુંબઇ : ૧૯૭૮ના કુખ્યાત અપરાધીઓ રંગા-બિલ્લા પરથી એક ઓટીટી સીરિઝ બની રહી છે. આ સીરિઝમાં અલી ફઝલ સાથે સોનાલી બેન્દ્રે જોવા મળશે. રંગા-બિલ્લા પરની વેબ સીરીઝનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થઇ ગયું છે.જે મહિનાના અંત સુધી ચાલશે. દિલ્હીમાં શૂટિંગ પુરુ કર્યા પછી ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થાનો પર શૂટિંગ કરવામાંઆવશે, જૂન-જુલાઇમાં શૂટિંગ પુરું કર્યા પછી સીરીઝનું પોસ્ટ-પ્રોડકશનનું કામ શરૂ થઇ જશે. બધુ સમૂસુથરુ ંપાર પડશે તો આ વરસના અંત સુધીમાં આ વેબ સિરિઝને રિલીઝ કરવામાં આવશે. 'પાતાલ લોક' સીરિઝના દિગ્દર્શક પ્રોસિત રોયને જ આ ફિલ્મનું દિગ્દર્શન અપાયું છે. રંગા બિલ્લાએ નૌ સેનાના અધિકારીના પુત્ર સંજય અને પુત્રી ગીતાનું અપહરણ કર્યા બાદ બંનેની હત્યા કરી હતી. પુત્રી ગીતાની હત્યા કરતાં પહેલાં તેના પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. આ અપરાધીઓને બાદમાં ફાંસી આપી દેવામાં આવી હતી.