Get The App

ઓટીટી સીરિઝમાં અલી ફઝલ સાથે સોનાલી બેન્દ્રે જોવા મળશે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ઓટીટી સીરિઝમાં અલી ફઝલ સાથે સોનાલી બેન્દ્રે જોવા મળશે 1 - image


- આ સીરિઝ એક્શન થ્રીલર હશે

- રાજ અને ડીકે રક્તબ્રહ્માંડનું શૂટિંગ પૂર્ણ કર્યા  બાદ આ નવી સીરિઝનું કામ શરુ કરશે 

મુંબઇ : ઓટીટી પર એક નવી એક્શન થ્રીલરમાં અલી ફઝલ સાથે સોનાલી બેન્દ્રે જોવા મળશે. 

આ સીરીઝના શિર્ષક વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ આ એક નાટકીય વાર્તાની સાથેસાથે હાઇ-ઓકટેન એકશનનું મિશ્રણ હોવાનું કહેવાઇ રહ્યું છે. શોના અન્ય કલાકારોની જાહેરાત હવે પછી થશે. રાજ અને ડીકે 'રક્તબ્રહ્માંડ'નું શૂટિંગ પૂર્ણ કરે તે પછી આ નવી સીરિઝનું શૂટિંગ શરુ થશે. સીરિઝનું દિગ્દર્શન 'પાતાલલોક'થી લોકપ્રિયતા મેળવનારો  પ્રોસિત રોય કરશે.


Google NewsGoogle News