જોઈ લઈશું ઝહીરને...: સોનાક્ષીના લગ્નમાં દારૂ પીધા પછી હની સિંહે વરરાજાને કેમ આપી ધમકી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Sonakshi Zaheer and honey singh


Sonakshi Zaheer Reception: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ સિવિલ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંનેએ મુંબઈમાં જ તેમના મિત્રો અને પરિવારજનો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. તેમજ સોનાક્ષીના નજીકના મિત્ર અને રેપર-સિંગર હની સિંહ પણ રિસેપ્શનમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેણે કંઈક એવું કહ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

હની સિંહે ઝહીરને આપી ધમકી 

સોનાક્ષી અને ઝહીરના રિસેપ્શનમાં હની સિંહે મજાકમાં ઝહીરને ધમકી આપતા કહ્યું હતું કે, 'હું ખૂબ જ ખુશ છું. આજે મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હતા. તેને એક ખૂબ જ સારો છોકરો મળ્યો છે. ઝહીર એકદમ સારો માણસ છે. હું તેને ત્રણ વર્ષ પહેલા મળ્યો હતો. તે એક અદ્ભુત વ્યક્તિ છે. મને આશા છે કે તે સોનાક્ષીને ખુશ રાખશે. નહીં તો અમે તેને જોઈ લઈશુ.'  

મારી મમ્મી આ વીડિયો જોશે તો મને ઘણી ગાળો પડશે 

જ્યારે તેને દારૂ પીવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'સાચું કહું તો આજે હું ખૂબ જ ખુશ હતો. મેં દોઢ વર્ષથી દારૂ નથી પીધો, પણ આજે મેં ખૂબ પીધો છે. જો મારી મમ્મી આ વીડિયો જોશે તો મને ઘણી ગાળો પડશે.'

રિસેપ્શનમાં કોણે કોણે હાજરી આપી?

આ રિસેપ્શનમાં 1000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જેમાં કાજોલ, રવિના ટંડન, સંજય લીલા ભણસાલી, અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી, સાકિબ સલીમ જેવા ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સલમાન ખાન અને તેનો આખો પરિવાર પણ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News