સોનાક્ષી ઝહિર સાથે લગ્ન પછી ધર્મ પરિવર્તન નહિ કરે
- સોનાક્ષીના સસરાએ જ ખાતરી આપી
- હિંદુ કે મુસ્લિમ વિધિ પ્રમાણે નહિ પરંતુ સ્પેશ્યલ એક્ટ હેઠળ સિવિલ મેરેજ : આજે રિસેપ્શન
મુંબઇ : સોનાક્ષી સિંહા અને ઝહિર ઇકબાલ ૨૩મી જુનના રોજ લગ્ન કરી રહ્યા છે. પરંતુ આ લગ્ન પછી પણ સોનાક્ષી ધર્મ પરિવર્તન કરવાની નથી તેવી સ્પષ્ટતા ઝહિરના પિતા ઇકબાલ રતનસીએ કરી છે. બીજી તરફ શત્રુધ્ન સિંહાએ એમ જણાવ્યું છે કે તા. ૨૩મીએ રિસેપ્શન યોજાવાનું છે. ઝહિરના પિતાએ કહ્યું હતું કે લગ્ન વિધિ પણ હિંદુ કે મુસ્લિમ ધર્મ પ્રમાણે નહિ થાય. પરંતુ, તેઓ સ્પેશ્યલ મેરેજ એક્ટ , ૧૯૫૪ હેઠળ સિવિલ મેરેજ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે આ બે પ્રેમીઓનું હૃદયપૂર્વકનું મિલન છે અને તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યુ ંહતું કે, હું માનવતામાં વિશ્વાસ રાખું છું. ઇશ્વરને હિંદુ ધર્મમાં ભગવાન તરીકે સંબોધવામાં આવે છે, જ્યારે ઇસ્લામમાં અલ્લાહ તરીકે. પરંતુ અંતે તો આપણે બધા જ તેમના સંતાનો છીએ. ઝહિર અને સોનાક્ષીને મારા આશીર્વાદ છે. સોનાક્ષીનાં લગ્નની મહેંદી સહિતની વિધિઓ શરુ થઈ ગઈ છે. બીજી તરફ સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિંહાએ એમ કહ્યું હતું કે તા. ૨૩મીએ રિસેપ્શન યોજાવાનું છે.
તે પછી સોનાક્ષીનાં લગ્ન રજિસ્ટર્ડ થઈ ચૂક્યાં છે કે પછી આવતીકાલે રવિવારે રજિસ્ટર્ડ થશે તે અંગે ફરી ચર્ચા થઈ રહી છે.