સોનાક્ષીએ લગ્ન પહેલા પિતા શત્રુઘ્ન સિન્હા સાથે તસવીર કરી શેર, લખ્યો સ્પેશિયલ
Sonakshi Sinha On Shatrughan Sinha: સોનાક્ષી સિન્હા હાલ પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી 23 જૂને કોર્ટ મેરેજ કરવા જઈ રહી છે. આ અંગે તેના પિતા શત્રુઘ્ન સિન્હાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ‘આ વિશે મને કોઈ માહિતી નથી.’ આ પહેલા એવી પણ અફવા હતી કે સોનાક્ષીના માતાપિતા આ લગ્નથી ખુશ નથી. આ દરમિયાન સોનાક્ષીએ પિતા સાથેની એક તસવીર શેર કરીને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી.
સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ફાધર્સ ડેની સ્ટોરી લગાવી હતી
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પિતા શત્રુઘ્ન સિન્હા સાથેના ફોટામાં બંને હાથ પકડીને હસતા જોવા મળે છે. ફોટોની સાથે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું, 'હેપી ફાધર્સ ડે ટુ માય પિલર ઓફ સ્ટ્રેન્થ'. તસવીરમાં શત્રુઘ્ન સિન્હાએ નંબર વન પિતાનું ટેગ પણ કર્યું છે.
રજિસ્ટર્ડ મેરેજ પછી કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે
રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી આ મહિને 23 જૂને ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે. કપલની વેડિંગ પાર્ટીમાં સલમાન ખાન, હીરામંડીની કાસ્ટ, હુમા કુરેશી, હની સિંહ, ડેઝી શાહ સહિત ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સામેલ થશે. ઝહીર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી, સોનાક્ષી તે જ દિવસે એટલે કે 23 જૂનની સાંજે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. કપલના રિસેપ્શનમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે.