હવે મારા પિતા વિશે બોલતા પહેલા વિચારજો: મુકેશ ખન્ના પર ભડકી સોનાક્ષી સિન્હા
Sonakshi Sinha on Mukesh Khanna: શક્તિમાન ફેમ મુકેશ ખન્ના અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવે છે. મુકેશ ખન્નાએ એક શૉના એક જૂના એપિસોડ પર ટિપ્પણી કરી હતી જેમાં સોનાક્ષી ભગવાન હનુમાન વિશેના પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ રહી હતી. આ ઘટના પર વાત કરતા મુકેશ ખન્નાએ શત્રુઘ્ન સિંહા પર સોનાક્ષીને સાંસ્કૃતિક જ્ઞાન ન આપવા માટે દોષી ઠેરવ્યો હતો.
સોનાક્ષી સિંહાએ મુકેશ ખન્નાને આપ્યો જડબાતોડ જવાબ
તેના જવાબમાં સોનાક્ષી સિન્હાએ મુકેશ ખન્ના પર ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે, 'મુકેશ ખન્નાજી, મેં તાજેતરમાં તમારું નિવેદન વાંચ્યું. આમાં તમે કહ્યું છે કે મારા પિતાની ભૂલ છે કે હું રામાયણ સંબંધિત પ્રશ્નનો જવાબ આપી શકી નહીં. હું ઘણા વર્ષો પહેલા આ શૉમાં ગઈ હતી. જેમાં તમને જણાવી દઉં કે તે સમયે હોટ સીટ પર બે મહિલાઓ હતી, જેમની પાસે આ જ સવાલનો જવાબ ન હતો, પરંતુ તમે માત્ર મારું જ નામ લીધું, જેનું કારણ એકદમ સ્પષ્ટ છે.'
પિતા પર ઉઠાવવામાં આવેલા સવાલથી નારાજ થઇ સોનાક્ષી
સોનાક્ષીએ શૉમાં જવાબ ન આપી શકવાની વાત સ્વીકારી અને કહ્યું કે, 'શૉ દરમિયાન મારા મનમાં ખાલીપાની લાગણી હતી, જે સામાન્ય બાબત છે. પરંતુ શું તમે પણ ભગવાન રામ દ્વારા શીખવવામાં આવેલા ક્ષમા કરવાના અને ભૂલી જવાના પાઠ પણ ભૂલી ગયા છો! જો ભગવાન રામ મંથરા, કૈકેયી અને રાવણને પણ માફ કરી શકે છે, તો તમે મારી આ નાની વાત ભૂલી શકો છો.'
સોનાક્ષી સિંહાએ કહ્યું- હવે મારા ઉછેર વિશે વાત કરતા પહેલા...
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'મને અને મારા પરિવારને સમાચારમાં રાખવા માટે એક જ ઘટનાને વારંવાર રજૂ કરવાનું બંધ કરો. હવે મારા ઉછેર વિશે ટિપ્પણી કરતા પહેલા યાદ કૃપા કરીને યાદ રાખજો કે આ મૂલ્યોના કારણે જ મેં તમારી સાથે ખૂબ સારી રીતે વાત કરી.'
આ પણ વાંચો: 'પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો'
મુકેશ ખન્નાએ શું કહ્યું હતું?
મુકેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આજની પેઢીને શક્તિમાનની જરૂર છે જેથી તે તેમને માર્ગદર્શન આપી શકે. શત્રુઘ્ન સિંહાના બંગલાનું નામ લવ કુશ છે. તેમાં છતાં સોનાક્ષીને રામાયણ વિષે ખબર ન આમાં સોનાક્ષીનો કોઈ દોષ નથી, તેના પિતાનો દોષ છે. તમે તમારા બાળકોને કેમ જ્ઞાન ન આપ્યું?'