પિતા વિશે એલફેલ બોલવા સામે સોનાક્ષીની મુકેશ ખન્નાને ચેતવણી
- સોનાક્ષીના ઉછેર વિશે સવાલ કર્યો હતો
- શત્રુધ્નએ પણ સોનાક્ષીની ટિપ્પણીને સપોર્ટ આપતાં કહ્યું મને મારા સંતાનો પર ગર્વ છે
મુંબઇ : સોનાક્ષી સિંહાએ મુકેશ ખન્નાને તેના પિતા માટે એલફેલ બોલવા સામે ચેતવણી આપી છે.
સોનાક્ષીનો કૌન બનેગા કરોડપતિનો એક જૂનો એપિસોડ વાયરલ થયો છે. જેમાં સોનાક્ષીને રામાયણ આધારિત એક પ્રશ્નનો જવાબ આવડયો ન હતો. તે સંદર્ભમાં મુકેશ ખન્નાએ શત્રુધ્નસિંહાએ સોનાક્ષીને કેવા સંસ્કાર આપ્યા છે તેના વિશે સવાલ કર્યો હતો. સોનાક્ષીએ એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુકેશ ખન્નાની આકરી ઝાટકણી કાઢી હતી. સોનાક્ષીએ કહ્યું હતું કે તમે મારા પિતાના ઉછેર પર આલોચના કરી છે, પરંતુ ેતમના સંસ્કારના કારણે જ મેં તમને સમ્માનપૂર્વક ઉત્તર આપ્યો છે. બીજી વખત જ્યારે મારા પિતાની પરવરિશ પર કાંઇ બોલવાનો નિર્ણય કરો તો...મહેરબાની કરીને યાદ રાખજો.
શત્રુધ્નએ પણ મુકેશ ખન્નાનું નામ લીધા વિના કહ્યું હતું કે તે વ્યક્તિ રામાયણ વિશે એક્સપર્ટ નથી. તે કોઈ હિંદુ ધર્મનો ઠેકેદાર પણ નથી. મને મારા ત્રણેય સંતાનો પર ગર્વ છે. રામાયણને લગતા એક પ્રશ્નનો ઉત્તર ન આવડે તેનાથી તે સારી હિંદુ નથી તે પુરવાર થતું નથી. તેને કોઈના સર્ટિફિકેટની જરુર નથી.