'એ... તુ છે કોણ...' પતિ ઝહીર વિરુદ્ધ વાહિયાત ટિપ્પણીઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, યુઝરને ખખડાવ્યો
Sonakshi Sinha Got Angry: સોનાક્ષી સિન્હાએ જૂન 2024માં એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. ઝહીર ઈકબાલ સાથે લગ્ન પછી સોનાક્ષી સતત સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. ઝહીર-સોનાક્ષીના ઈન્ટરફેથ લગ્નના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સંબંધો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો એક્ટ્રેસની ખુશી પર ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે તો કેટલાક લોકો તેમના સંબંધો વિશે સતત વાહિયાત ટીપ્પણીઓ કરતા રહે છે. પરંતુ સોનાક્ષી પણ ટ્રોલિંગનો જવાબ આપવામાં પાછળ નથી પડતી. હવે તાજેતરમાં જ એક યુઝરે તેના પતિ ઝહીર ઈકબાલ પર કોમેન્ટ કરી તો સોનાક્ષીએ દુનિયાની પરવા કર્યા વિના યુઝરને જડબાતોડ જવાબ આપ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર પર ભડકી સોનાક્ષી સિન્હા
સોનાક્ષીના મુસ્લિમ એક્ટર સાથે લગ્નને લઈને શરૂઆતથી જ લોકો હિન્દુ-મુસ્લિમ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા એક યુઝરે તેમના ડિવોર્સ અંગે પણ વાત કરી હતી, જેનો પણ સોનાક્ષીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી તરફ હવે જ્યારે એક યુઝરે ઝહીરને 'પાગલ' કહ્યો તો એક્ટ્રેસ ખુદને રોકી ન શકી અને પોતાના પતિ માટે સ્ટેન્ડ લેતા યુઝરને ફટકાર લગાવી. આ સાથે જ સોનાક્ષીએ સાબિત કરી દીધું કે જો કોઈ તેના સંબંધ કે પતિ વિશે ખોટી ટિપ્પણી કરશે તો તે ચૂપ નહીં બેસે.
સોનાક્ષીને આવ્યો ગુસ્સો
તાજેતરમાં જ સોનાક્ષીએ પતિ ઝહીર ઈકબાલ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો, તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, 'મને આશા નહોતી કે તું આ પાગલ સાથે લગ્ન કરીશ.' સોનાક્ષીની નજર આ કોમેન્ટ પડતાં જ તેણે યુઝરને જડબાતોડ જવાબ આપ્યો. એક્ટ્રેસે લખ્યું કે, 'એ તુ છે કોણ કે હું તારી અપેક્ષા પ્રમાણે મારું જીવન જીવું?' બેરોજગાર, ભાગ અહીંથી. હવે એક્ટ્રેસની આ ટિપ્પણી પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.
સોનીક્ષીની ટિપ્પણી પર યુઝર્સની પ્રતિક્રિયા
હવે સોનાક્ષીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, 'એકદમ યોગ્ય ફટકાર લગાવી.' બીજાએ લખ્યું - 'બેરોજગાર અંધ ભક્ત માટે તે વ્યક્તિગત હતું.' અન્ય એકે લખ્યું - 'આટલું પણ સત્ય નહોતું કહેવાનું.' આ અગાઉ એક્ટ્રેસની તસવીરો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું હતું કે, 'તમારા પણ ટૂંક સમયમાં છૂટાછેડા થઈ જશે.' તેના જવાબમાં સોનાક્ષીએ લખ્યું - 'પહેલા તમારા માતા-પિતા કરશે અને પછી અમે પ્રોમિસ.' એક્ટ્રેસની આ ટિપ્પણી પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.