લાહોર 1947માં સની પછી પુત્ર કરણ દેઓલની પણ એન્ટ્રી થઈ
- આમિર ખાને કરણ દેઓલને તક આપી
- રાજકુમાર સંતોષી પિતા સનીની જેમ પુત્રની કારકિર્દી માટે પણ ચમત્કાર કરે તેવી આશા
મુંબઈ : આમિર ખાન દ્વારા પ્રોડયૂસ કરવામાં આવી રહેલી ફિલ્મ 'લાહોર ૧૯૪૭'માં પિતા સની દેઓલ પછી હવે પુત્ર કરણ દેઓલની પણ એન્ટ્રી થઈ છે.
આ ફિલ્મ માટે કરણ દેઓલનું ઓડિશન થોડા દિવસો પહેલા લેવામાં આવ્યું હતું. હવે આમિર ખાને કરણ દેઓલને આ ફિલ્મમાં સાઇન કર્યો હોવાની પુષ્ટિ કરી છે.
આમિરે જણાવ્યા મુજબ કરણે ખરેખર આ રોલ મેળવવા માટે વફાદારીથી મહેનત કરી હતી. તેણે મુંબઇના એક થિયેટર ગુ્રપ સાથે વર્કશોપ કર્યો હતો. તેણે આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી સાથે પણ રિહર્સલ કર્યું હતું.
રાજકુમાર સંતોષીની 'ઘાયલ' અને 'દામિની' જેવી ફિલ્મોથી સની દેઓલની કારકિર્દીને બહુ ફાયદો થયો હતો. હવે સનીને પોતાના દીકરા માટે પણ રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મ ફળદાયી નિવડશે તેવી આશા છે.