પુષ્પા ટૂનાં ઓટીટી વર્ઝનમાં કેટલાક નવા સીન્સ ઉમેરાશે
- ઓટીટી પર વ્યૂઅરશિપ વધારવાનો નુસ્ખો
- થિયેટરમાં ફિલ્મ બહુ લાંબી થઈ ગઈ હોવાથી કેટલાંક દ્રશ્યો કાપી નખાયાં હતાં
મુંબઈ: સુપરહિટ ફિલ્મ 'પુષ્પા ટૂ'નાં ઓટીટી વર્ઝનમાં કેટલાક નવા સીન્સ ઉમેેરાશે એમ જાણવા મળ્યુ ંછે. આ સીન્સનું શૂટિંગ ઓલરેડી થઈ ચૂક્યું હતું. પરંતુ, થિયેટર રીલિઝ માટે ફાઈનલ કોપી તૈયાર થઈ ત્યારે ફિલ્મની લંબાઈ વધી જતી હોવાથી કેટલાક સીન કાઢી નખાયા હતા. હવે આ સીન ઓટીટી વર્ઝનમાં ઉમેરી દેવાશે.
જોકે, આ બાબતે ફિલ્મની ટીમ દ્વારા કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ, ફિલ્મ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ સમગ્ર દુનિયામાં ૧૫૦૦ કરોડ અને એકલા ભારતમાં જ ૭૫૦ કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. મોટાભાગના ફિલ્મ રસિકો આ ફિલ્મ જોઈ ચૂક્યા છે. પરંતુ, ઓટીટી પર પણ તેમાંથી મોટાભાગના લોકો આ ફિલ્મને ફરી નિહાળે તે ખાતર થઈને કેટલાક સીન્સ ઉમેરવામાં આવી રહ્યા છે. ઓટીટી પરની ફિલ્મ થિયેટરમાં રજૂ થયેલી ફિલ્મ કરતાં ૨૦થી ૨૫ મિનીટ જેટલી લાંબી હોવાની શક્યતા છે. ફિલ્મ રીલિઝ થયાના ત્રણ સપ્તાહ પછી પણ અનેક થિયેટર્સમાં તે સારો વકરો કરી રહી છે.