દિવાળી પર કોઈ પોસ્ટ કરું તો લોકો પૂછે છે કે રોઝા કેટલા રાખ્યા: સૈફ અલી ખાનની બહેનનું દર્દ છલકાયું
Soha Ali khan : બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન હાલમાં ફિલ્મ 'છોરી 2' માં જોવા મળી રહી છે. જેમાં તેની સાખે નુસરત ભરુચા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ વચ્ચે સોહા અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં બીજા ધર્મમાં થયેલા તેના લગ્ન અને તેના વિશે તેણીને થયેલા ટ્રોલિંગ વિશે ખુલ્લીને વાત કરી હતી. તેણે કહ્યું કે, લગ્નના 10 વર્ષ પછી પણ લોકો તેના ધર્મની યાદ અપાવીને ટ્રોલ કરે છે.
સોહા અલી ખાને હિન્દુ પરિવારમાં લગ્ન કર્યા બાદ ઘણીવાર લોકો તેને નિશાન બનાવે છે. આ અંગે અભિનેત્રીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, 'જ્યારે પણ દિવાળી અથવા હોળીની ઉજવણી કર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરુ છું તો લોકો રોઝાને લઈને સવાલ કરે છે. લોકો મને ટ્રોલ કરીને કહે છે કે, તે મુસ્લિમ છે.'
દિવાળી મનાવું છું, તો લોકો રોજા વિશે પૂછે છે
સેફ અલી ખાનની નાની બહેન સોહા અલી ખાને કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે. બીજા ધર્મમાં લગ્ન પર હવે તેણે ખુલ્લીને વાત કરી છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'હું થોડી જાડી ચામડીની થઈ ગઈ છું, મને તેનો કોઈ ફરક પડતો નથી, પરંતુ એક વાતની મને નવાઈ લાગે છે કે, જ્યારે પણ હું કંઈક પોસ્ટ કરું છું, ત્યારે લોકો મારા ધર્મને લઈને ટિપ્પણી કરવાનું શરૂ કરે છે. કારણ કે મેં હિન્દુ પરિવારમાં લગ્ન કર્યા છે, મારી માતાની અટક હિન્દુ છે અને તેમણે મુસ્લિમ પુરુષ મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા છે.'
આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી માટે સુંદરતા જ અભિશાપ બની ગઈ, સાચો પ્રેમ પણ ન મળ્યો, અનેકવાર રિજેક્ટ થઇ
2015માં થયા હતા કુણાલ - સોહાના લગ્ન
સોહાએ 'તુમ મિલે', 'રંગ દે બસંતી', 'ઘાયલઃ વન્સ અગેન', 'આહિસ્તા આહિસ્તા', 'દિલ માંગે મોર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોહાએ તેના પતિ કુણાલ સાથે 'ઢુંઢતે રહ જાઓગે' માં પણ કામ કર્યું છે. બંનેએ તેના સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. એ પછી વર્ષ 2015 માં તેઓએ લગ્ન કર્યા હતા. આ કપલે 2017 માં પુત્રી ઇનાયા નૌમી ખેમુને જન્મ આપ્યો હતો.