કલ્કિના તેલુગુ વર્ઝનમાં દીપિકા માટે શોભિતા ધુલીપાલાએ ડબિંગ કર્યું
- શોભિતાએ જાતે જ ઈન્સ્ટા પર શેર કર્યું
- શોભિતા ધુલિપાલા હાલ તેલુગુ સ્ટાર નાગા ચૈતન્ય સાથે લિવ ઈનમાં હોવાની પણ ચર્ચા છે
મુંબઇ : પ્રભાસ અને દીપિકાની '૨૮૯૮ એડી' ફિલ્મમાં દીપિકાના પાત્રને તેલુગુ વર્ઝનમાં શોભિતા ધુલીપાલાએ અવાજ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ખુદ શોભિતા ધુલીપાલાએ પોતાને ડબિંગ માટે ક્રેડિટ આપવા બદલ ફિલ્મ દિગ્દર્શક નાગ અશ્વિનનો આભાર માનતી પોસ્ટ મૂકી હતી.
ફિલ્મમાં દીપિકાની ભૂમિકાની પ્રશંસા થઈ છે. પ્રભાસ મૂળ તેલુગુ એક્ટર હોવાથી ફિલ્મને તેલુગુમાં મહત્તમ સફળતા મળી છે. આથી તેલુગુ વર્ઝનમાં દીપિકા માટે અસરકારક ડબિંગ કોણે કર્યું છે તે જાણવાની સૌને ઉત્સુકતા હતી. હવે ઓટીટીની ટોચની સ્ટાર શોભિતા ધુલિપાલાએ જાતે જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ડબિંગ પોતે કર્યું હોવાનું કન્ફર્મ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે શોભિતા ધુલિપાલા હાલ તેલુગના જ અન્ય એક સ્ટાર નાગા ચૈતન્ય સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હોવાનું કહેવાય છે. સામંથાનો એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય અને શોભિતા અનેક વખત વેકેશનમાં સાથે ગયાં હોય તેવા પુરાવા પણ તેમની સોશિયલ મીડિયા પોસ્ટસ થકી મળ્યા છે. જોકે, શોભિતા કે નાગા ચૈતન્યએ આ વાત ક્યારેય કબૂલ કરી નથી.
શોભિતા મૂળ આંધ્ર પ્રદેશની જ વતની છે પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં જ તે મુંબઇ શિફ્ટ થઈ ગઈ છે. તેણે અત્યાર સુધીમાં એકાદી તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે.