શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે
- પરિવારે એક પેલેસ હોટલ પર પસંદગી ઉતારી
- લગ્નમાં પરિવારજનો તથા ખાસ મિત્રોને જ આમંત્રણ અપાશે, આવતાં વર્ષે લગ્નની સંભાવના
મુંબઈ : નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલાની સગાઈ જાહેર થયા બાદ હવે લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ યુગલ રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું હોવાનું જાણવા મળે છે.
એક રિપોર્ટના અનુસાર, નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા અન્ય સેલિબ્રિટીઓની જેમ રાજસ્થાનમાં રજવાડી શૈલીથી લગ્ન કરવા ઈચ્છે છે. આ માટે પરિવારે એક પેલેસ હોટલ નક્કી કરી લીધી હોવાનું કહેવાય છે.
અગાઉ પરિણીતિ ચોપરા-રાઘવ ચડ્ઢા, હાર્દિક પંડયા-નતાશા સ્ટેનકોવિક, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ-વિકી કૌશલે પણ રાજસ્થાનમાં જ લગ્ન કર્યાં હતાં. પહેલા એવી ચર્ચા હતી કે, યુગલ હૈદરાબાદમાં જ લગ્ન કરશે . પરંતુ, હવે એવીવિગત બહાર આવી છે કે તેઓ પરિવારજનો તથા નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનમાં લગ્ન કરશે. બાદમાં હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે.