VIDEO : વિજયકાંતના અંતિમ સંસ્કારમાં થલાપતિ વિજય સાથે ગેરવર્તન, ફેંક્યું ચપ્પલ, તો ફેન્સ થયા ગુસ્સે
નવી મુંબઇ,તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર
સાઉથના જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયકાંતનું તાજેતરમાં નિધન થયું છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. 29 ડિસેમ્બરે, રજનીકાંત અને થાલાપતિ વિજય જેવા મોટા સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિજયનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, આ વીડિયોમાં એક્ટર પર કોઇ ચપ્પલ ફેંકતુ જોવા મળ્યુ હતુ.
શું છે સમગ્ર મામલો
અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયકાંતના પાર્થિવ દેહને 29 ડિસેમ્બરે કોયમ્બેડુ ઓફિસથી ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ પર લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમ વિદાય માટે અહીં હજારોની ભીડ ઉમટી હતી. તેમના અંતિમ સંસ્કારમાં મોટા સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર એક્ટર થલપથી વિજય પણ વિજયકાંતને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતાના મૃતદેહને જોઈને તે પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો. વિજયકાંત સાથે તેને ગાઢ સંબંધ હતો. આથી, તેઓ એક્ટરના અંતિમ વિદાયમાં ખૂબ જ ભાવુક દેખાયા હતા.
ચાહકોએ નિરાશા વ્યક્ત કરી
આ સમય દરમિયાન, જ્યારે તેઓ અંતિમ શ્રદ્ધાંજલિ આપીને તેમની કારમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી કોઈએ તેમના પર ચપ્પલ ફેંક્યું. વાસ્તવમાં, થલાપતિ વિજય સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ચપ્પલ ફેંકીને તેના પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન પોલીસકર્મીઓ તેની સુરક્ષા માટે હાજર હતા પરંતુ તેમ છતાં તેને આ ચોંકાવનારી ઘટના બની હતી. આ વીડિયોમાં જોઈ શકાય છેકે, ભીડની વચ્ચે કોઈએ થલાપતિ વિજય પર ચપ્પલ ફેંક્યું, જે સીધું તેના ચહેરા પર વાગ્યું. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો ખૂબ જ નિરાશ છે અને સવાલ કરી રહ્યા છે કે, 'આવું કેમ થયું?' 'પોલીસ શું કરી રહી હતી?' સોશિયલ મીડિયા પર લોકો પણ આ મામલે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મહત્વનુંમ છેકે, કેપ્ટન વિજયકાંતનું 28 ડિસેમ્બર ગુરુવારે ન્યુમોનિયાના કારણે નિધન થયું હતું. અહેવાલ હતા કે, તેઓ કોવિડ-19થી પીડિત હતા. વિજયકાંતની ફિલ્મોની વાત કરીએ તો, સાઉથ સિનેમાને 'ચત્રિયાન', 'સત્તમ ઓરુ ઈરુટ્ટારાઈ', 'વલ્લારાસુ', 'રમાના ', 'એંગલ અન્ના', 'સેંથુરા પૂવે', 'પુલન વિસારનાઈ' જેવી હિટ ફિલ્મો આપી છે. 1991માં આવેલી ફિલ્મ 'કેપ્ટન પ્રભાકરણ'ના કારણે તેમને 'કેપ્ટન' અટક મળી.