Get The App

'સ્કાય ફોર્સ'માં જોવા મળશે ધમાકેદાર એરિયલ સિક્વન્સ, VFX પણ સાત ઓસ્કર જીતેલી કંપનીએ ડિઝાઈન કર્યા

Updated: Jan 25th, 2025


Google News
Google News
'સ્કાય ફોર્સ'માં જોવા મળશે ધમાકેદાર એરિયલ સિક્વન્સ, VFX પણ સાત ઓસ્કર જીતેલી કંપનીએ ડિઝાઈન કર્યા 1 - image


Sky Force Movie Making: પાકિસ્તાન સામે લડાયેલા ચારેચાર યુદ્ધમાં ભારતની જીત થઈ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધનો વિષય જ્યારે પણ ફિલ્મી પડદે યોગ્ય રીતે રજૂ થયો છે ત્યારે દર્શકોએ એવી ફિલ્મોને માથે બેસાડી છે. પછી એ 'બોર્ડર' હોય કે 'ઉરી'. અક્ષય કુમાર અને વીર પહાડિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'સ્કાય ફોર્સ' પણ વૉર ફિલ્મ છે, જે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર જોઈને જ ખ્યાલ આવી જાય છે કે ફિલ્મ ટેક્નિકલી કેટલી ઉત્તમ દરજ્જાની છે. 

VFXનો જબરદસ્ત ઉપયોગ થયો 

યુદ્ધ પર આધારિત ફિલ્મમાં VFXનો મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. 'સ્કાય ફોર્સ'માં પણ VFXનો ભરપૂર ઉપયોગ થયો છે. DNEG (ડબલ નેગેટિવ) નામની બ્રિટિશ-ભારતીય કંપની દ્વારા આ ફિલ્મના VFX ડિઝાઈન કરાયા છે. આ એ જ કંપની છે, જેણે 'ઈન્ટરસ્ટેલર' અને 'ઈન્સેપ્શન' સહિત સાત ફિલ્મો માટે સાત ઓસ્કાર એવોર્ડ જીત્યા છે અને 'બ્રહ્માસ્ત્ર' માટે ભારતનો નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. ટ્રેલર જોઈને જ ફિલ્મરસિયાને ખબર પડી ગઈ હતી કે, 'સ્કાય ફોર્સ'ના VFX જોરદાર છે. ભારતીય ફિલ્મોમાં ઓછું જોવા મળે એવા 'એરિયલ સિક્વન્સ' પણ આ ફિલ્મમાં છે.


આ પણ વાંચો: 'સ્કાય ફોર્સ' થકી વીર પહાડિયાનું ડ્રીમ ડેબ્યુ, અક્ષય કુમારની સાથે 'હિટ મશીન' ગણાતા નિર્માતાનું કિલર કોમ્બિનેશન

'એ મેરે વતન કે લોગોં'નો સરસ પ્રયોગ

કવિ પ્રદીપ દ્વારા લિખિત અને લતા મંગેશકર દ્વારા ગવાયેલી ક્લાસિક દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગોં'નો 'સ્કાય ફોર્સ'માં સુંદર રીતે ઉપયોગ થયો છે. ભારતના બહાદુર સૈનિકોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવા આ નોન-ફિલ્મી ગીતની રચના 1963માં કરાઈ હતી. 'સ્કાય ફોર્સ'ના ગીતો તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યા છે. 

મુંબઈ સહિત અનેક સ્થળોએ શૂટિંગ

'સ્કાય ફોર્સ'નું શૂટિંગ મુંબઈ, લખનઉ, સીતાપુર, અમૃતસર, હૈદરાબાદ, દિલ્હી, પઠાણકોટ અને યુ.કે. માં થયું છે. આ ફિલ્મના શૂટિંગમાં 100 દિવસ લાગ્યા હતા. 



'સ્કાય ફોર્સ'નું બે રાષ્ટ્રીય તહેવારો સાથે અનોખું કનેક્શન

બીજી ઓક્ટોબર, 2023ના રોજ ગાંધી જયંતિના અવસરે 'સ્કાય ફોર્સ'ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. શરૂઆતમાં 2 ઑક્ટોબર, 2024ના રોજ આ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ ફિલ્મના મેકિંગમાં સમય લાગતાં તારીખ લંબાવવાની ફરજ પડી હતી.

Tags :
Sky-ForceAkshay-KumarVeer-Pahadia

Google News
Google News