Get The App

વીર પહાડિયાની પહેલી જ ફિલ્મની કમાણી 100 કરોડને પાર, અક્ષય કુમાર માટે લકી સાબિત થઈ સ્કાયફોર્સ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Sky Force Box Office Collection


Sky Force Box Office Collection: અક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ 'સ્કાયફોર્સ' રિલીઝ થયાને 10 દિવસ થઇ ગયા છે. ફિલ્મ 'સ્કાયફોર્સ' સ્ક્વોડ્રન લીડર ટી ​​વિજય (વીર પહાડિયા)ના બલિદાનની વાર્તા છે. આ ફિલ્મની કમાણી બમ્પર તો ન કહી શકાય પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મોની સરખામણીમાં તે સારી છે. અભિષેક, અનિલ કપૂર અને સંદીપ કેલવાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સ્કાયફોર્સ' 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી સત્ય ઘટના પર આધારિત છે. વીર પહાડિયાએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે.

SKYFORCE BOX OFFICE COLLECTION

અક્ષય કુમાર માટે લકી સાબિત થઈ સ્કાયફોર્સ 

24 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ અક્ષય કુમાર, વીર પહાડિયા, સારા અલી ખાન અને નિમરત કૌર સ્ટારર આ ફિલ્મ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે અને આનાથી પણ મોટી વાત એ છે કે આ ફિલ્મ અક્ષય કુમાર માટે લકી સાબિત થઇ રહી છે. એટલું જ નહીં, વીર પહાડિયાએ આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ જ કસર છોડી નથી. અભિનેતા તેની પ્રથમ ફિલ્મ માટે પૂરા ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. મીડિયાના તાજેતરની રિપોર્ટ્સ મુજબ 'સ્કાયફોર્સ'એ તેની રિલીઝના 9માં દિવસે 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

'સ્કાયફોર્સ' વર્ષ 2025ની 100 કરોડ રૂપિયાની પહેલી ફિલ્મ બની

'સ્કાયફોર્સ'એ 9 દિવસમાં ભારતમાં અત્યાર સુધીમાં 94.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. નિર્માતાઓએ સત્તાવાર પોસ્ટ દ્વારા એ પણ જાહેરાત કરી છે કે 'સ્કાયફોર્સ'એ ભારતમાં 8 દિવસમાં 104.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જેમાં ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કુલ રૂ.99.7 કરોડનું કલેક્શન કર્યું હતું અને રિલીઝના આઠમા દિવસે ફિલ્મે રૂ.4.6 કરોડની કમાણી કરી હતી. આ બધાને ઉમેરીને ભારતમાં કુલ કલેક્શન રૂ.104.3 કરોડ થાય છે.



Google NewsGoogle News