દેશની પહેલી એરસ્ટ્રાઈક પર બેઝ્ડ મૂવી Sky Forceમાં નજર આવશે અક્ષય કુમાર, ફિલ્મની રિલીઝ ડેટ કરાઈ જાહેર

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
દેશની પહેલી એરસ્ટ્રાઈક પર બેઝ્ડ મૂવી Sky Forceમાં નજર આવશે અક્ષય કુમાર, ફિલ્મની રિલીઝ ડેટ કરાઈ જાહેર 1 - image


 Pic Courtesy: Akshay Kumar Instagram

નવી દિલ્હી,તા.2 ઓક્ટોબર 2023, સોમવાર 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની વર્ષ 2023માં રિલીઝ થયેલી OMG 2 સુપર-ડુપર હિટ રહી છે. હવે ખિલાડી કુમાર તેની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' દ્વારા દર્શકોના દિલ જીતવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં એક્ટર રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકામાં જોવા મળશે. દરમિયાન, અક્ષય કુમારે ગાંધી જયંતિ-શાસ્ત્રી જયંતિના અવસર પર તેના નવા પ્રોજેક્ટ 'સ્કાય ફોર્સ'ની જાહેરાત કરી છે.

અક્ષય કુમારે 'સ્કાય ફોર્સ'ની રિલીઝ ડેટ જાહેર કરી

આ વીડિયો શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે, “આજે, ગાંધી-શાસ્ત્રી જયંતિના દિવસે, આખો દેશ કહી રહ્યો છે – જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન, તરફથી સ્કાયફોર્સની અવિશ્વસનીય સ્ટોરીની જાહેરાત કરવા માટે આજે આનાથી વધુ સારો દિવસ કોઈ નથી: ભારતની પ્રથમ અને સૌથી ઘાતક એર સ્ટ્રાઇકની અજાણી સ્ટોરી..જય હિંદ.  

અક્ષય કુમારે તેની આગામી ફિલ્મનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લાલ બહાદુર શાસ્ત્રીનું પ્રભાવશાળી ભાષણની એક ઝલક છે. 

જેમાં લાલ બહાદુર શાસ્ત્રી કહે છે કે જો કોઈ આપણા દેશને તલવારના જોરે કે એટમ બોમ્બના ડરથી ઝૂકાવવા કે દબાવવા માંગે છે તો આપણો દેશ દબાવવાનો નથી. સરકાર તરીકે અમારો જવાબ શું હોઈ શકે સિવાય કે અમે શસ્ત્રોનો જવાબ શસ્ત્રોથી આપીશું. જય હિન્દ.

'સ્કાય ફોર્સ' સ્ટાર કાસ્ટ

ફિલ્મ 'સ્કાય ફોર્સ'ની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, અક્ષય કુમાર એરફોર્સના પાયલટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન દિનેશ વિજને કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, નિમરત કૌર અને સારા અલી ખાન જોરદાર એક્ટિંગ કરતા જોવા મળશે. 'સ્કાય ફોર્સ' 2 ઓક્ટોબર 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Google NewsGoogle News