Get The App

'સિંઘમ અગેઈન'ની ટીમે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, ફિલ્મના રિલીઝ પહેલા કર્યું આ કામ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
'સિંઘમ અગેઈન'ની ટીમે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, ફિલ્મના રિલીઝ પહેલા કર્યું આ કામ 1 - image


Image Source: Twitter

Singham Again: અજય દેવગણ અને રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ સિંઘમ અગેઈનને લઈને ચર્ચામાં છે. એક્ટર અને ડાયરેક્ટરની આ જોડી પોતાની અરકમિંગ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. દિવાળી પર અજય દેવગણ પોતાની કોપ ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ 'સિંઘમ અગેઈન'ની ટીમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયું છે. હકીકતમાં સિંઘમ અગેઈનની ટીમે એક દિવસમાં સૌથી વધુ વડાપાવ ઓર્ડર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

'સિંઘમ અગેઈન'ની ટીમે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

'સિંઘમ અગેઈન'ની ટીમે હજારો બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ ફૂડ ડિલિવરી એપ સ્વિગી સાથે મળીને મુંબઈમાં બાળકોને 11,000 વડાપાવનું વિતરણ કર્યું, જેનાથી એક જ ડિલિવરીમાં સૌથી વધુ વડાપાવ ઓર્ડર કરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મોટો ઓર્ડર રોબિન હૂડ આર્મીના બાળકો માટે હતો. આ એક એનજીઓ છે અને તેઓ મુંબઈમાં વિવિધ સ્થળોએ ભોજનનું વિતરણ કરવાનું કામ કરે છે. 

આ પણ વાંચો: સિંઘમ અગેઈનમાં અજયને 35 કરોડ, અક્ષયને કેમિયોના 20 કરોડ મળ્યા

આ ડિલીવરી બાંદ્રા, જુહૂ, અંધેરી ઈસ્ટ, મલાડ અને બોરીવલીની સ્કૂલો સહિત મુંબઈના અલગ-અલગ લોકેશન પર બાળકો સુધી કરવામાં આવી હતી. રોહિત શેટ્ટીએ આ રેકોર્ડ વિશે વાત કરતા કહ્યું કે હું અને મારી ટીમ આ રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરી માટે સ્વિગી સાથે સહયોગ કરીને ખૂબ જ ખુશ છે. જેના દ્વારા બાળકોને ભોજન અને ખુશી મળી. આ મોટો રેકોર્ડ બનાવવાનો સમય પણ ઘણો સારો માનવામાં આવી રહ્યો છે.

ફિલ્મના રિલીઝ પહેલા શાનદાર રેકોર્ડ

ફિલ્મ 'સિંઘમ અગેઈન' દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે અને તે પહેલા આ એક શાનદાર રેકોર્ડ બની ગયો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત શેટ્ટીએ તેના તમામ સ્ટાર્સની ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ છે.


Google NewsGoogle News