ત્રણ-ચાર યુવતીઓએ મને પણ KISS કરી હતી...: ઉદિત નારાયણના સમર્થનમાં આવ્યો આ સિંગર
Udit Narayan: ઉદિત નારાયણ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં તેમણે લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમની મહિલા ચાહકને લીપ્સકીસ કરી હતી. ત્યાર બાદ જ્યારથી ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી લોકો તેમની ટીકા કરી રહ્યા છે. ત્યારે તેમના મિત્ર અને ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેમના બચાવમાં જોડાઈ ગયા છે.
આ પણ વાંચો: પપ્પાના કારણે મળે છે કામ, સોશિયલ મીડિયા પર હોવું જરૂરી નથી: આમિરના દીકરા જુનૈદની કબૂલાત
‘ઉદિત એક સુપરસ્ટાર સિંગર છે’
આ અંગે અભિજીત ભટ્ટાચાર્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'ઉદિત એક સુપરસ્ટાર સિંગર છે. આ પ્રકારની ઘટના આપણા જેવા ગાયકો સાથે રોજ બનતી રહે છે. જો આપણે આપણી સુરક્ષા કડક નહીં રાખીશું, આસપાસ કોઈ બાઉન્સર નહીં રાખીએ તો લોકો આપણા કપડાં પણ ફાડી નાખે છે.'
અભિજીતે શેર કર્યો પોતાનો અનુભવ
અભિજીતે આગળ કહ્યું, 'મારી સાથે પણ આવું બન્યું છે. હું આ ઈન્ડસ્ટ્રિમાં નવો હતો અને દક્ષિણ આફ્રિકામાં એક કોન્સર્ટ કરવા ગયો હતો. ત્યારે ત્રણ- ચાર છોકરીઓએ લતાજી (સ્વર્ગસ્થ લતા મંગેશકર) સામે મારા ગાલ પર કિસ કરી હતી. મારા ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા અને તેના કારણે હું સ્ટેજ પર જઈ શકી નહીં.'
આ પણ વાંચો: ફેક ન્યૂઝથી કંટાળ્યો બચ્ચન પરિવાર: આરાધ્યાએ અરજી દાખલ કરતાં કોર્ટે ગૂગલને પાઠવી નોટિસ
'ઉદિત એક રોમેન્ટિક ગાયક છે'
અભિજીતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે, 'તે ઉદિત નારાયણ છે! છોકરીઓ તેમની પાછળ પડી હતી. તેમણે કોઈને આમંત્રણ નહોતું આપ્યું. અને મને ખાતરી છે કે જ્યારે પણ ઉદિત પરર્ફોર્મ કરે છે ત્યારે તેમની પત્ની તેમની સાથે હોય છે. તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તેમને સફળતાનો આનંદ માણવા દે છે. ઉદિત એક રોમેન્ટિક ગાયક છે. તેઓ એક મોટા સિંગર છે, અને હું એક શિખાઉ છું. કોઈએ તેની સાથે રમત રમવાનો પ્રયાસ ન કરવો જોઈએ.'