કુમાર સાનૂ બાદ સોનૂ નિગમે પણ લગાવ્યો અનુ મલિક પર મોટો આરોપ! કહ્યું- 'હું તેનાથી ડરતો હતો કારણ કે..'

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
કુમાર સાનૂ બાદ સોનૂ નિગમે પણ લગાવ્યો અનુ મલિક પર મોટો આરોપ! કહ્યું- 'હું તેનાથી ડરતો હતો કારણ કે..' 1 - image


નવી મુંબઇ,તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર 

અનુ મલિક રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ની જજ બનીને ઘર-ઘરમાં જાણીતા બન્યા છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ ગાયકો અને સંગીતકારો દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. થોડા સમય પહેલાં સિંગર કુમાર સાનુએ અનુ મલિક પર આરોપો લગાવ્યા હતા જેના કારણે પણ તે ચર્ચામાં હતા. તેમણે કહ્યું હતુ કે, “અનુ મલિક કોઇ પણ ને પ્રોત્સાહિત કરી શકતા નથી, તે માત્ર નિરાશ જ કરે છે.” આ દિવસોમાં અનુ મલિક ફરી એકવાર પોતાના વર્તનને કારણે ચર્ચામાં છે. 

મળતી માહિતી પ્રમાણે, સોનુ નિગમે અનુ મલિક સાથેની તેમની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.  તેમણે કહ્યું કે, એ સમયે હું ઇન્ડસ્ટ્રીમાં નવો આવ્યો હતો, ત્યારે તે મને ડરાવતા હતા. તે મારા કરતા ઉમરમાં ઘણા મોટા છે અને અનુભવની બાબતમાં પણ મોટા છે. હું માત્ર 14 વર્ષનો હતો ત્યારે તેમને મલ્યો હતો. 

સોનુ નિગમે આગળ કહ્યું કે,જ્યારે હું પહેલીવાર મુંબઇ આવ્યો ત્યારે મારા પિતા અનુ મલિકને મળવા ગયા હતા. તે પહેલાં મને ડરાવતા હતા, પછી ધીરે ધીરે હું સમજી ગયો કે,તેમની સાથે કઇ રીતે ડીલ કરવી. તમે જેટલા દબાશો, તે એટલું જ દબાવશે. જોકે, હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું અને તે મારા ગુરુ છે. 


Google NewsGoogle News