પ્રખ્યાત ગાયક લકી અલીને બ્રાહ્મણ અંગે વિવાદિત નિવેદન આપવું ભારે પડ્યુ, માંગવી પડી માફી
- પોસ્ટમાં તેમણે લખ્યું, ‘બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે
નવી મુંબઇ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર
હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક લકી અલી પોતાના વિવાદિત ફેસબુક પોસ્ટને લઇને માફી માંગવી પડી છે. સિંગર હંમેશા ગંભીર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતો જોવા મળે છે. તાજેતરમાં તેમણે ‘બ્રાહ્મણ’ શબ્દ સાથેની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી.
શું છે મામલો?
લકી અલી તે સેલેબ્સમાંથી એક છે, જેમને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળતો રહ્યો છે. 9 એપ્રિલના રોજ, તેમણે ‘બ્રાહ્મણ’ નામ સાથે એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું, ‘બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે, જે અબરામ પરથી આવ્યું છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે ‘બ્રાહ્મણ’ નામ ‘ઈબ્રાહિમ’ પરથી ઉતરી આવ્યું છે.
લકી અલીએ માફી માંગી
લકી અલીની પોસ્ટ વાંચીને બધાએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે વિવાદ વધ્યો તો સિંગરે તે પોસ્ટ ડિલીટ કરીને માફી માગી છે.
એક પોસ્ટ શેર કરતા તેઓ લખે છે, ‘મારો ઉદ્દેશ્ય સમાજમાં વિભાજિત વર્ગોને એકસાથે લાવવાનો છે. હું કોઈ ગુસ્સો કે તકલીફ પેદા કરવા માંગતો ન હતો. મને સમજાયું કે હું ખોટો હતો. મારી પોસ્ટ ખોટી રીતે દેખાઈ. હવે હું જે પોસ્ટ કરું છું તેનાથી હું વધારે કોન્સિયસ રહીશ. મારા શબ્દોએ ઘણા હિંદુ ભાઈ-બહેનોને પરેશાન કર્યા છે. હું આ માટે દિલગીર છું. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. ,