Get The App

જાણીતી સિંગર સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક, રડતાં રડતાં કહ્યું - 'મને ધમકાવાઇ અને મેન્ટલી ટોર્ચર..'

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
જાણીતી સિંગર સાથે એરપોર્ટ પર ગેરવર્તણૂક, રડતાં રડતાં કહ્યું - 'મને ધમકાવાઇ અને મેન્ટલી ટોર્ચર..' 1 - image
Image Social Media


Singer Bebe Rexha Discrimination Incident : પ્રખ્યાત અમેરિકન સિંગર અને ગીતકાર બેબે રેક્સા સાથે થયેલી ગેરવર્તૂણક અંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સિંગરે વીડિયોમાં મ્યૂનિખ ઈન્ટરનેશનલ એરપોર્ટનો અનુભવ શેર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર રડતાં-રડતાં વીડિયો બનાવ્યો છે કે, એરપોર્ટ પર તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. રેક્સાએ કહ્યું કે તેણે સુરક્ષા એજન્ટ સાથે અલ્બેનિયનમાં વાત કરતાં તેને ધમકી આપવામાં આવી હતી અને તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેને ભારે આઘાત લાગ્યો છે. રેક્સાએ તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા જણાવ્યું કે તેણે લુફ્થાંસા એરલાઇન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સિંગરે રડતાં રડતાં અનુભવ શેર કર્યો

સિંગર બેબે રેક્સાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું, '@lufthansa મને મ્યુનિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી આપવામાં આવી છે કારણ કે મેં અલ્બેનિયન ભાષામાં સિક્યુરિટી એજન્ટ સાથે વાત કરી હતી. મને લાગ્યું કે તે અલ્બેનિયન છે. જ્યારે મેં તેને પૂછ્યું કે હું મારી ટિકિટ ક્યાંથી મેળવી શકું છું, તો તેણે મને ધમકાવી અને ફ્લાઈટમાં મુસાફરી કરવાની ના પાડી, જેના કારણે મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કારણ કે હું અલ્બેનિયન છું. 

તેણે મને માનસિક ત્રાસ આપ્યો છે

રેક્સાએ એરલાઈનની ટીકા કરતાં કહ્યું કે, 'મારી સાથે જે વર્તૂંણક થઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર કોઈ મહિલાએ મને સપોર્ટ કર્યો ન હતો. મને પાછળથી ખબર પડી કે, તે એજન્ટ ઓફિસર એટીએસજી માટે કામ કરે છે. જે સમગ્ર એરલાઇન્સને ડોક્યુમેન્ટ કંટ્રોલ સપોર્ટ આપે છે. મેં તે એજન્ટનું નામ જાણવાનો પ્રયાસ કર્યો પણ હું સફળ થઈ નહીં.

આ પણ વાંચો: જેઠાલાલ પર કોઈ જોક બનાવતા પહેલા ચેતજો! TMKOCનું કન્ટેન્ટ વાપરતા પહેલા કરવું પડશે આ કામ

ઘટનાની તપાસ જારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મ્યુનિક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હોવાનું કહેવાય છે. બ્રુકલિનમાં જન્મેલી ગાયિકા બેબે રેક્સા અલ્બેનિયન ભાષા બોલે છે. વાસ્તવમાં, સિંગરના પિતા ડેબર એટલે કે ઉત્તર મેસેડોનિયાના છે, જ્યાં લોકો મેસેડોનિયન અને અલ્બેનિયન ભાષા બોલે છે. બીજી તરફ, ઘટનાની માહિતી સામે આવ્યા પછી, લુફ્થાન્સાના પ્રવક્તાએ કહ્યું કે તેઓ ગાયિકા બેબે રેક્સાના સંપર્કમાં છે અને ઘટના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: દહેરાદૂનમાં પણ 'નિર્ભયા કાંડ'! સરકારી બસમાં કિશોરી પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરતાં હડકંપ

સોશિયલ મીડિયા યુઝર્સ સમર્થનમાં આવ્યા

બેબી રેક્સાનો ઈમોશનલ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું, 'બેબે રેક્સા સાથે હંમેશા ખરાબ વર્તન કરવામાં આવે છે. તેનો હંમેશા અનાદર જ કરવામાં આવે છે. લોકોએ તેનું સન્માન કરવું જોઈએ.' તેની સાથે ખરાબ વર્તન કરવાનું બંધ કરો.' અન્ય યુઝરે લખ્યું, 'હે ભગવાન! આ રાષ્ટ્રીય ખજાનાની રક્ષા કરો. તેની સાથે ખોટું ન કરો.' આ રીતે વિવિધ કમેન્ટ્સ દ્વારા યુઝર્સ સિંગરને સમર્થન આપી રહ્યા છે.



Google NewsGoogle News