શાહરુખ અને હું પતિ-પત્ની જેવા, સલમાન વાત કરવાને લાયક નથી: જાણીતા સિંગર અભિજીતનું મોટું નિવેદન
Bollywood: બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને શાહરૂખ ખાનના લાખો ચાહકો છે. તેઓને દેશ-વિદેશમાં પણ અનેક લોકો પસંદ કરે છે. પરંતુ, સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું આ વિશે એકદમ જૂદું મંતવ્ય સામે આવ્યું છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સિંગરે એક ઇન્ટરવ્યુમાં બંને ખાન સાથે પોતાના સંબંધ વિશે વાત કરી અને કહ્યું કે, સલમાનની હજુ એ હેસિયત નથી કે હું તેના વિશે હું વાત પણ કરું.
સલમાન વિશે આ શું કહી દીધું?
અભિજિત ભટ્ટાચાર્યે હાલમાં જ એક પોડકાસ્ટમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે પોતાના ઝઘડા વિશે વાત કરી. વિભિન્ન ભાષાઓમાં લગભગ 1 હજાર ફિલ્મોમાં ગીતો ગાઈ ચુકેલા સિંગરે કહ્યું, 'સલમાન હજુ સુધી એવા લોકોમાં નથી આવતો જેના વિશે હું ચર્ચા કરૂ.' તેથી તેઓએ હોસ્ટને ટૉપિક બદલવા અને ટાઇગર 3 ફેમ સલમાન વિશે સવાલ ન કરવા કહ્યું.
આ પણ વાંચોઃ 100 કરોડ આપે તોય સાસુનો રોલ તો ના કરું...', દિગ્ગજ અભિનેત્રીનો જાણીતા ડાયરેક્ટરને જવાબ
શાહરૂખ ખાન વિશે શું કહ્યું?
અભિજીતે શાહરૂખ ખાન વિશે કહ્યું કે, શાહરૂખ એક અલગ જ ક્લાસનો માણસ છે અને અમારા સંબંધોમાં આવેલી ખટાસ ગેરસમજણના કારણે નહીં, પરંતુ પ્રોફેશનલ સંબંધોના કારણે છે. બાકી તેના વિશે પણ તમે મારી સાથે વાત ન જ કરશો. નોંધનીય છે કે, સિંગરે આ પહેલાં શાહરૂખ ખાન સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, હું આના માટે ગીત નહીં ગાઉ.
આ પણ વાંચોઃ 'પુષ્પા-2'ને ટક્કર આપવા આવી ગઈ આ ફિલ્મ, પહેલા દિવસે જ ભારતમાં કરી દીધી કમાલ
શાહરૂખ ખાન પર કેમ આવ્યો ગુસ્સો?
શાહરૂખ ખાન સાથે પેચઅપ વિશે અભિજીતે કહ્યું કે, 'કેમ નહીં કરીએ પેચઅપ? અમે બંને એકબીજા માટે બન્યા છીએ, જેમ એક પતિ-પત્ની હોય છે, તેમ અમે છીએ. મતલબ પતિ-પત્નીમાં ઝઘડો થાય જ છે ને? કોઈ એકે તો પેચઅપ કરવું જ પડશે ને? મેં કહ્યું પણ હતું કે, ક્યારેક મળશે તો ખિજાઈને કહી દઈશ કે તું મારા માટે હું તારા માટે નથી ગાતો. એક સારી વસ્તુ બની રહી છે બીજું કંઈ નહીં.'