Get The App

ટ્રોલ થયા બાદ સીમીએ અભિષેકના બચાવની પોસ્ટ ડિલીટ કરી

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ટ્રોલ થયા બાદ સીમીએ અભિષેકના બચાવની પોસ્ટ ડિલીટ કરી 1 - image


- અભિષેક બોલીવૂડમાં સૌથી સજ્જન હોવાનું લખ્યું હતું 

- ઐશ્વર્યાની કારકિર્દીનું શું, તેની લાગણીનું શું , તેવા સવાલો સાથે ચાહકોએ ટ્રોલ કરી

મુંબઇ : ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવાઓ બાદ અભિષેકનો બચાવ કરતી પોસ્ટ શેર કરવા બદલ સીમી  ગરેવાલને ભારે ટ્રોલ કરાઈ હતી. બાદમાં સિમીએ આ પોસ્ટ જ ડિલીટ કરવી પડી હતી. 

અભિષેકનું નિમ્રત કૌર સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સીમીએ એક પોસ્ટ શેરે કરી હતી. તેમાં છૂટાછેડા કે અફેર જેવી વાતના ઉલ્લેખ વિના એવું લખ્યું હતું કે બોલીવૂડમાં સૌ જાણે છે તેમ અભિષેક સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં સૌથી સજ્જન વ્યક્તિ છે. તે બહુ ઉચ્ચ મૂલ્યો ધરાવતો માણસ છે. 

ફરાહ ખાન સહિતની બોલીવૂડ સેલિબ્રિટીઓએ સીમીની આ પોસ્ટને અનુમોદન આપ્યું હતું. 

જોકે, અન્ય ચાહકો સીમી પર નારાજ થયા હતા. તેમણે લખ્યું હતું કે તને અભિષેકની જ પરવા છે પરંતુ ઐશ્વર્યાની લાગણીનું શું ? તેણે લગ્ન બાદ પોતાની કારકિર્દી કોરાણે મૂકી દીધી તેનું શું ? બચ્ચન પરિવાર દ્વારા ઐશ્વર્યા સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે દેખીતું છે. તેના માટે કેમ કોઈ બોલતી નથી. 

લોકોએ કહ્યું હતું કે આ સમગ્ર અફવાઓ વચ્ચે ઐશ્વર્યાએ પણ બહુ શાલીનતાથી ગરિમાપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે તેની પણ કદર થવી જોઈએ. 

આ બધી ટીકાઓથી કંટાળી છેવટે સીમીએ આ પોસ્ટ જ ડિલીટ મારી દીધી હતી. 


Google NewsGoogle News