ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની બાયોપિક બનશે
- ચન્દ્રિકા રવિ મુખ્ય ભૂમિકા ભજવશે
- વિદ્યા બાલને ડર્ટી પિક્ચરમાં ભજવેલી ભૂમિકા સિલ્ક સ્મિતા આધારિત હોવાની ચર્ચા હતી
મુંબઇ : સાઉથની સેક્સ બોમ્બનું બિરુદ પામેલી અભિનેત્રી સિલ્ક સ્મિતાની બોયાપિક બનાવવાની જાહેરાત થઈ છે. આ ફિલ્મનું ટાઈટલ ' ક્વીન ઓફ ધી સાઉથ' હશે. સાઉથની એકટ્રેસ ચંદ્રિકા રવિ સિલ્ક સ્મિતાની મુખ્ય ભૂમિકા ભજવશે.
અભિનેત્રી ચંદ્રિકા રવિએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી તેમજ તેણે ત્રણ મિનીટની ફિલ્મની ઝલક પણ દેખાડી હતી.
મૂળ વિજયલક્ષ્મી વડલપટ્ટી એવું નામ ધરાવતી સિલ્મ સ્મિતા સાઉથની ફિલ્મોમાં સેક્સબોમ્બ તરીકે જાણીતી બની હતી. જોકે, ૧૯૯૬માં માત્ર ૩૬ વર્ષની વયે તેણે આપઘાત કરી લીધો હતો. ફિલ્મ 'ડર્ટી પિક્ચર'માં વિદ્યા બાલને ભજવેલી ભૂમિકા સિલ્ક સ્મિતાની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે.