શાહરૂખની 'મૈ હું ના'નો બીજો ભાગ આવી રહ્યો હોવાનો સંકેત
- શાહરુખ પણ ફ્રેન્ચાઈઝીના ટ્રેન્ડમાં સામેલ
- અત્યાર સુધી માત્ર વાતો ચાલતી હતી પરંતુ હવે સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાના અહેવાલો
મુંબઇ : શાહરુખ ખાનની 'મૈ હુ ના' ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો હોવાની ચર્ચા છે. બીજા ભાગની સ્ક્રિપ્ટ પણ લખાવાની શરુ થઈ ગઈ છે.
૨૦૦૪માં આવેલી 'મૈ હું ના' શાહરુખની ફરહા ખાન સાથેની પહેલી ફિલ્મ હતી. બીજા ભાગ માટે ફરહા ખાન સાથે કો પ્રોડયૂસર તરીકે ગૌરી ખાન પણ જોડાઈ છે અને બંનેએ ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે.
ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરુખનાં લશ્કરી અધિકારી તરીકેનાં પાત્રમાં નવાં ઓપરેશન્સની વાર્તા સામેલ કરી બીજો ભાગ બનાવી શકાય તેમ છે. આ આઇડિયાને ડેવલપ કરી હવે ફિલ્મ લખવાનું કામ ચાલી રહ્યું છે.