જન્મતાની સાથે જ બન્યો કરોડપતિ, સિદ્ધૂ મૂસેવાલાના નાના ભાઈ પાસે ક્યાંથી આવી આ સંપત્તિ?

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
જન્મતાની સાથે જ બન્યો કરોડપતિ, સિદ્ધૂ મૂસેવાલાના નાના ભાઈ પાસે ક્યાંથી આવી આ સંપત્તિ? 1 - image


Sidhu Moosewala's Brother : પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ માણસાના જવાહરકે ગામમાં અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં લોરેન્સ અને ગોલ્ડી બરાડ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે 30થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. 

માતાએ આપ્યો પુત્રને જન્મ

દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતાએ IVF દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. હાલમાં જ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 

જન્મતાની સાથે જ બન્યો કરોડપતિ, સિદ્ધૂ મૂસેવાલાના નાના ભાઈ પાસે ક્યાંથી આવી આ સંપત્તિ? 2 - image

સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાને ફરી એકવાર આ પુત્રનુ સુખ મળ્યુ છે. સિદ્ધુ મૂસેવાલાનો આ નાનો ભાઈ જન્મતાની સાથે જ કરોડપતિ બની ગયો છે. પોતાની ગાયકીના આધારે એક અલગ જ સ્થાન હાંસલ કરનાર સિદ્ધુ મૂસેવાલા પોતે વૈભવી જીવન જીવતા હતા અને તેમની કુલ સંપત્તિ કરોડોમાં હતી. હવે આ સંપત્તિનો નવો વારસદાર મળી ગયો છે. 

સિદ્ધુ મૂઝવાલાએ ખૂબ જ ઓછા સમયમાં દેશમાં પોતાનું નામ બનાવ્યું હતું અને તેની સાથે તેણે પોતાની ગાયકીના દમ પર ખૂબ કમાણી પણ કરી હતી. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર વર્ષ 2022માં માણસાથી ચૂંટણી પણ લડ્યા હતા. ત્યારે તેમણે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિની વિગતો આપી હતી. આ એફિડેવિટ મુજબ સિદ્ધુ મૂસેવાલાની નેટવર્થ 7,87,21,381 રૂપિયા હતી.

જો કે, પંજાબી સેલિબ્રિટીઝ પર નજર રાખતી અન્ય ઘણી વેબસાઇટ્સ અનુસાર, સ્વર્ગસ્થ સિંગરની અંદાજિત નેટવર્થ રૂ. 30 કરોડ છે, જે તેમની સિંગિગ ફી અને યુટ્યુબ દ્વારા તેમની કમાણી પર આધારિત છે. 

MyNeta.info પર 5 કરોડ રૂપિયાથી વધુની બેંક ડિપોઝિટ વર્ષ 2022માં ચૂંટણી પંચને આપવામાં આવેલી એફિડેવિટ અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની લગભગ 8 કરોડ રૂપિયાની નેટવર્થમાંથી, તેમની પાસે 5 લાખ રૂપિયા રોકડા અને વિવિધ બેંકોમાં રૂ. 5 કરોડથી વધુ ડિપોઝીટ હતા. તેમણે શેર, ડિબેન્ચર અને બોન્ડમાં આશરે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું.

આ સિવાય સેવિંગ્સ સ્કિમમાં સિંગરે 17 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. તેમની પાસે કરોડોની સંપત્તિ ઉપરાંત લગભગ 50 લાખ રૂપિયાની દેવુ પણ હતુ.  

સિદ્ધુ મૂસેવાલાના નામે 26 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર અને લગભગ 18 લાખ રૂપિયાની જ્વેલરી પણ હતી. આ ઉપરાંત પિસ્તોલ સહિત અન્ય સંપત્તિની કિંમત અંદાજે 7 લાખ રૂપિયા હતી. આ સિવાય ગાયક પાસે લગભગ 1 કરોડ રૂપિયાની ખેતીની જમીન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિવાય તેમની પાસે ઘણી મોંઘી કાર પણ હતી. 

મહત્વનું છેકે, સિદ્ધુ મૂસેવાલા તેમની ગાયકીની સાથે સાથે વિવાદાસ્પદ ગીતોને કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા. પોતાના ગીતોને કારણે મૂસેવાલાએ દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. લાખો દર્શકોએ 'ઝી વેગન', 'ટોચન', પંજાબી ફિલ્મ 'ડાકુઆ દા મુંડા'ના 'ડોલર સોંગ' અને જટ્ટા દા મુકબલા સહિત ઘણા ગીતો લોકોને પસંદ આવતા હતા. 


Google NewsGoogle News