Get The App

VIDEO: સિદ્ધુ મૂસેવાલાનું નવું ધમાકેદાર સૉન્ગ 'Lock' રિલીઝ, 24 કલાકમાં 1 કરોડ લોકોએ નિહાળ્યું, ટ્રેન્ડમાં નંબર વન

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
VIDEO: સિદ્ધુ મૂસેવાલાનું નવું ધમાકેદાર સૉન્ગ 'Lock' રિલીઝ, 24 કલાકમાં 1 કરોડ લોકોએ નિહાળ્યું, ટ્રેન્ડમાં નંબર વન 1 - image


Sidhu Moosewala's new song 'Lock' released : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું નવું ગીત રિલીઝ 'લોક' (Lock) યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. તેનું નવું ગીત રિલીઝ થતાંની સાથે જ હિટ થઈ ગયું છે. સિદ્ધુ મૂસેવાલાના ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ નવા ગીતને 24 કલાકમાં 1 કરોડ લોકોએ જોઈ લીધું છે. અને હાલ ગીત ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. આ મૂસેવાલાનું વર્ષ 2025નું પહેલું ગીત છે. મૂસેવાલાના મૃત્યુ પછી 9 ગીતો રિલીઝ થયા છે. 


ગીતમાં મૂસેવાલાનું ગામ અને પિતા જોવા મળ્યા 

મૂસેવાલાનું આ નવું ગીત લગભગ 3 મિનિટ અને એક સેકન્ડનું છે. આ ગીતમાં સિદ્ધુ મૂસેવાલાના પિતા એક હીરો તરીખે જોવા મળી રહ્યા છે. મૂસેવાલાની છબી તેના પિતા બલકોર સિંહમાં જોવા મળી હતી. આ સિવાય ગીતમાં મૂસેવાલાનું ગામ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે મૂસેવાલાના ચાહકો ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. 17 જાન્યુઆરીએ આ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.    

મૂસેવાલાના મૃત્યુ પછી ચાહકોની સંખ્યામાં વધારો   

29 મે, 2022 ના રોજ સિદ્ધુ મૂસેવાલાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022 ના રોજ ગુંડાઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સિદ્ધુ મૂસેવાલાના નવા ગીતને લઈને માતા-પિતા અને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મૂસેવાલાના મૃત્યુ પછી, SYL, Watch Out, Morni, Chorni, Mera Na અને Attach ગીતોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મૂસેવાલાના મૃત્યુ પછી તેમના ચાહકોની સંખ્યામાં વધારો થયો છે. સિદ્ધુ મૂસેવાલાના ચાહકો તેને તેના ગીતો દ્વારા યાદ કરી રહ્યા છે.VIDEO: સિદ્ધુ મૂસેવાલાનું નવું ધમાકેદાર સૉન્ગ 'Lock' રિલીઝ, 24 કલાકમાં 1 કરોડ લોકોએ નિહાળ્યું, ટ્રેન્ડમાં નંબર વન 2 - image



Google NewsGoogle News