Sidhu Moose Wala ની માતાએ 58 વર્ષની ઉંમરે ફરી પુત્રને આપ્યો જન્મ, પિતાએ કહ્યું લાખો આત્માઓએ આપ્યા આશીર્વાદ

- સિંગરની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
Sidhu Moose Wala ની માતાએ 58 વર્ષની ઉંમરે ફરી પુત્રને આપ્યો જન્મ, પિતાએ કહ્યું લાખો આત્માઓએ આપ્યા આશીર્વાદ 1 - image


માનસા, તા. 17 માર્ચ 2024, રવિવાર

Sidhu Moosewala Parents Welcome Son: દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ સૂસેવાલાના ઘરે ફરી એક વખત કિલકારી ગુંજી ઉઠી છે. સિંગરના નિધનના બે વર્ષ થઈ ગયા છે. આ બે વર્ષો બાદ સિદ્ધુ સૂસેવાલાનું ઘર ફરી એક વખત ખુશીઓથી ખીલી ઉઠ્યુ છે.  સિંગર સિદ્ધુ સૂસેવાલાના ઘરે નવા મેહમાનનું આગમન થઈ ગયુ છે. સિંગરની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો છે. સિંગરના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણકારી આપી છે. બલકૌર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ન્યુ બોર્ન બેબી સાથે એક તસવીર શેર કરી છે.

સિદ્ધુ સૂસેવાલાના પિતાએ શેર કરી પુત્રની પ્રથમ ઝલક

બલકૌર સિદ્ધુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ન્યુ બોર્ન બેબી સાથેની પ્રથમ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તેઓ પોતાના પુત્રને તેના ખોળામાં લઈને બેઠેલો નજર આવી રહ્યા છે. આ સાથે જ તેમની બાજુમાં દિવંગત સિંગર સિદ્ધુ સૂસેવાલાની તસવીર રાખવામાં આવી છે જેના પર લખ્યું છે - Legends Never Die.


આ તસવીરની સાથે સિંગરના પિતાએ પંજાબીમાં કેપ્શન આપ્યુ છે - શુભદીપના લાખો ચાહકોના આશીર્વાદથી ભગવાને અમને શુભનો નાનો ભાઈ આપ્યો છે. વાહેગુરુની કૃપાથી અમારું કુટુંબ સ્વસ્થ છે અને એ તમામ લોકોના આભારી છીએ જેઓ અમને આટલો પ્રેમ કરે છે.

સિદ્ધુની માતા અંગે ચાલી રહી હતી આ અફવાઓ

પુત્રના જન્મ પહેલા જ સિદ્ધુ સૂસેવાલાની માતાને લઈને એવા અહેવાલો આવ્યા હતા કે તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પરંતુ તેમના પિતા બલકૌર સિંહે એક પોસ્ટ શેર કરીને આ અફવાઓ પર વિરામ મૂક્યો હતો.

બલકૌર સિંહે ફેસબુક પર લખ્યું હતું કે- અમે સિદ્ધુના ચાહકોના આભારી છીએ જેઓ અમારા પરિવાર માટે આટલા ચિંતિત છે. મારા પરિવાર વિશે ઘણી અટકળો ચાલી રહી છે. મારી તમને વિનંતી છે કે આ તમામ રુમર્સ પર વિશ્વાસ ન કરો. જે પણ સમાચાર હશે અમે તમારી સાથે શેર કરીશું. રિપોર્ટ પ્રમાણે ચરણ કૌરે આ બાળક માટે IVFની મદદ લીધી છે.



Google NewsGoogle News