સિદ્ધાર્થ મલ્હોત્રાએ વધુ એક એક્શન ફિલ્મ સાઈન કરી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
સિદ્ધાર્થ મલ્હોત્રાએ વધુ એક એક્શન ફિલ્મ સાઈન કરી 1 - image


- બલવિદંરસિંહ જૂનેજા દિગ્દર્શક હશે

- કારકિર્દીના મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહેલો  સિદ્ધાર્થ હાલ એક્શન ભૂમિકાઓના ભરોસે

મુંબઇ : છેલ્લા કેટલાક સમયથી કારકિર્દીના નબળા દોરમાંથી પસાર થઈ રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વધુ એક એક્શન ફિલ્મ સાઈન કરી છે. સિદ્ધાર્થને લાગે છે કે એકશન રોલના સહારે જ તે ટકી શકે તેમ છે. 

આ ફિલ્મના નિર્માતા મુરાદ ખેતાની છે અને દિગ્દર્શન બલવિંદર સિંહ જુનેજા કરશે.  ફિલ્મમાં રોમાન્ટિક એન્ગલ પણ હશે પરંતુ તેમાં મુખ્યત્વે એક્શનનો જ હેવી ડોઝ હશે. 

હાલ આ ફિલ્મ પ્રી -પ્રોડકશન સ્ટેજમાં છે. ફિલમનું શૂટિંગ આગામી  સપ્ટેમ્બરમાં ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અન્ય કલાકારો કોણ હશે તેની  વિગતો હજુ જાહેર થઈ નથી. 

સિદ્ધાર્થ તેની કારકિર્દી બચાવવા માટે અનેક નિર્માતા સાથે વાત કરી રહ્યો છે. તે અગાઉ 'સ્પાઈડર' ફિલ્મ માટે કામ કરવાનો હતો પણ આ ફિલ્મ અટકી ગઈ છે. રોડ ટ્રિપની થીમ ધરાવતી એક ફિલ્મમાં પણ રોલ મેળવવા તે પ્રયાસ કરી રહ્યો છે. 


Google NewsGoogle News