કેટરીનાથી ડર્યો સિદ્ધાર્થ મલ્હોત્રા? 'યોદ્ધા'ની રિલીઝ ડેટ બદલી, જાણો નવી ડેટ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
કેટરીનાથી ડર્યો સિદ્ધાર્થ મલ્હોત્રા? 'યોદ્ધા'ની રિલીઝ ડેટ બદલી, જાણો નવી ડેટ 1 - image


                                                  Image Source: Instagram

મુંબઈ, તા. 07 નવેમ્બર 2023 મંગળવાર

બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્ધા' ની રિલીઝ ડેટ એક વાર ફરી બદલાઈ ગઈ છે. આના પહેલા પણ ફિલ્મ યોદ્ધાની રિલીઝ ડેટ ઘણી વખત બદલાઈ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે. આ ફિલ્મ અત્યાર સુધીમાં 8 ડિસેમ્બર 2023એ રિલીઝ થવાની હતી અને કેટરીના કૈફની ફિલ્મ મેરી ક્રિસમસ સાથે તેની ટક્કર થવાની હતી. જોકે, હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ તો ટક્કર ટળી ગઈ છે. ફિલ્મ યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય દિશા પટની અને રાશી ખન્ના પણ નજર આવવાના છે. 

15 માર્ચ 2024એ રિલીઝ થશે ફિલ્મ યોદ્ધા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક પોસ્ટ શેર કરી પોતાની અપકમિંગ ફિલ્મ યોદ્ધાની નવી રિલીઝ ડેટની જાણકારી આપી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની બે તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં તે સોલ્જરના અવતારમાં નજર આવી રહ્યા છે અને બીજી તસવીરમાં તેમનો એક્શન અંદાજ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ પોસ્ટમાં લખ્યુ છે, એક્શન અને રોમાંચથી ભરપૂર ટચડાઉન માટે તૈયાર થઈ જાવ. પોતાનો સીટ બેલ્ટ બાંધી લો, યોદ્ધા 15 માર્ચ 2024એ ઉતરશે. આ રીતે ફિલ્મ યોદ્ધા આગામી વર્ષે 15 માર્ચે થિયેટર્સમાં રિલીઝ થશે.

ફિલ્મ યોદ્ધાની ઘણી વખત રિલીઝ ડેટ બદલાઈ 

ફિલ્મ યોદ્ધા પહેલા નવેમ્બર 2022માં રિલીઝ થવાની હતી. જે બાદ ફિલ્મને 2023ની જુલાઈ, પછી સપ્ટેમ્બર અને પછી ડિસેમ્બરની રિલી ડેટ મળી. હવે એક વાર ફરી ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ છે અને આગામી વર્ષે એટલે કે 2024ના માર્ચમાં થિયેટર્સમાં આવશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાની કહાની પ્લેન હાઈજેક પર આધારિત છે. ફિલ્મને કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ખૂબ મોટા સ્તરે શૂટ કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મનું ડાયરેક્શન સાગર આમરે અને પુષ્કર ઓઝાએ કર્યુ છે અને બંને લોકોનું આ ડાયરેક્શન ડેબ્યૂ છે.


Google NewsGoogle News