'કિયારાએ કર્યો કાળો જાદુ' સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફેન્સ સાથે થયેલી 50 કરોડની છેતરપિંડી પર તોડ્યું મૌન
Image: : Instagram @sidmalhotra
Sidharth Malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રાના એક ચાહકે દાવો કર્યો છે કે, અભિનેતાના નામે તેની સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેની સોશિયલ મીડિયામાં પણ થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે.
સિદ્ધાર્થના આ ચાહકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની સાથે થયેલી ઘટનાની માહિતી આપી હતી. મીનુ નામના યુઝરે જણાવ્યું કે, તેને આ કહીને બ્લેકમેલ કરવામાં આવી હતી કે, કિયારા અડવાણીના કારણે સિદ્ધાર્થ મલ્હોત્રાનો જીવ જોખમમાં છે.
સિદ્ધાર્થના ફેને એક પોસ્ટમાં લખ્યુ હતુ કે, 'પ્રિય સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેના તમામ ચાહકો. મારું નામ મીનુ વાસુદેવ છે. હું યુએસએથી છું. આ એક ગંભીર ઘટના છે, જેના વિશે તમે બધા જાણતા હોવ. અલીજા અને હુસ્ના નામની બે છોકરીઓએ સિદ્ધાર્થ અને કિયારાનું નામ લઈને મારી સાથે છેતરપિંડી કરી હતી.
મીનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અલીજાએ તેને કહ્યું હતુ કે, કિયારાને કારણે સિદનો જીવ જોખમમાં છે. તેમજ કિયારાએ સિડ પર કાળો જાદુ કર્યો છે. સિડ પાસે કોઈ બેંક ખાતું નથી. જે બાદ અલીઝા મીનુને સિદને બચાવવામાં મદદ કરવા કહે છે. આ દરમિયાન કેટલીક ચેટ્સ અને પુરાવાઓ દૂર કરવામાં આવ્યા હતા. જો કે, મારી પાસે પુરાવા તરીકે મહત્વની બાબતો છે.
મીનુએ વધુમાં કહ્યું હતુ કે, તે મને સિડ અને કિયારાની દરેક માહિતી આપતો હતો. આ સિવાય સિડ સાથે વાત કરવા માટે મેં વિકેન્ડ ફી પણ ચૂકવી હતી. આ ઉપરાંત, મેં સિડ માટે 3 ગિફ્ટ હેમ્પર્સ પણ ખરીદ્યા, જે મને જાણવા મળ્યું કે, ફોટોશોપ કરવામાં આવ્યા હતા. આ બધાથી મને 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે
મીનુની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ એક નિવેદન બહાર પાડ્યું અને તેના ચાહકોને આવી પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી હતી.
સિદ્વાર્થ મલ્હોત્રાએ કહ્યું કે, 'મને જાણ થઇ છે કે, અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક નકલી પ્રવૃત્તિઓ/કૌભાંડો ફેલાવવામાં આવી રહ્યા છે, જે કથિત રીતે મારા, મારા પરિવાર અને મારા પ્રશંસક હોવાનો દાવો કરતા લોકો સાથે જોડાયેલા છે અને પૈસા માંગે છે.
અભિનેતાએ આગળ લખ્યું, 'હું આ વાંચી રહેલા દરેક વ્યક્તિને ખાતરી આપવા માંગુ છું ક, મારો પરિવાર, હું ને મારી ટીમ આ વાતને સમર્થન આપી રહી નથી. હું તમને બધાને વિનંતી કરું છું કે આવી બાબતો સાથે કામ કરતી વખતે કાળજી રાખો. જો તમને કોઈ શંકાસ્પદ રિકવેસ્ટ મળે છે, તો સંબંધિત અધિકારીઓને તેની જાણ કરો અને ખોટી જાણકારી કે માહિતી ફેલાવવાનું ટાળો.