પંચાયત સીરિઝના દિગ્દર્શકની ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર
- એક્તા કપૂર ફિલ્મ પ્રોડયૂસ કરી રહી છે
- લોકકથા પર આધારિત ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષના મધ્યભાગમાં શરૂ થશે
મુંબઇ : બહુ વખણાયેલી વેબ સીરિઝ 'પંચાયત'ના દિગ્દર્શક દીપક મિશ્રા હવે લોકકથા આધારિત એક ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર આપવામાં આવી છે.
એકતા કપૂર તથા ટીવીએફ સાથે મળીને આ ફિલ્મ બનાવવાનાં છે. તેનું શૂટિંગ આગામી વર્ષના મધ્યભાગથી શરુ થશે.
સિદ્ધાર્થનું નામ ફાઈનલ થયા બાદ બાકીની કાસ્ટ વિશે નિર્ણય લેવાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક્તા કપૂર 'કાંતારા' ફિલ્મથી બહુ પ્રભાવિત થઈ છે. તેણે એ જ પ્રકારની ગ્રામીણ બેકગ્રાઉન્ડ ધરાવતી હોય અને લોકકથા પર આધારિત હોય તેવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ફિલ્મની વાર્તા અંગે હજુ વધુ વિગતો ઉપલબ્ધ નથી. પરંતુ, ગ્રામીણ બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મમાં સિદ્ધાર્થ જેવો સોફ્ટ લૂક્સ ધરાવતો સ્ટાર કેવી રીતે ફિટ થશે તેવો સવાલ થઈ રહ્યો છે.