Sidharth Malhotra Kiara Advani Wedding : સિદ્ધાર્થ-કિયારાના લગ્નની નવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ, તા. 10 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બાદ જ ચાહકો તેમના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
પિંક કલરમાં કિયારાની એન્ટ્રી, ડાન્સથી લઈને જયમાલા સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છે.
કિયારા-સિદ્ધાર્થના લગ્નની નવી તસવીરો જાહેર કરાઈ છે.
કિયારા બેબી પિંક કલરમાં સુંદર લાગી રહી છે. કિયારા વચ્ચે ચાલી રહી છે અને તેની આજુબાજુ તેના ભાઈઓ તેને સ્ટેજ પર લઈ જતા જોવા મળી રહ્યા છે.
સ્ટેજ પર પહોંચતા જ કિયારા અડવાણીએ સોન્ગ 'જગ લગદા મહંકા-મહંકા' પર ડાન્સ કર્યો.
કિયારાએ પોતાના હાથોના સ્ટેપ દ્વારા સિદ્ધાર્થને પોતાની પાસે બોલાવ્યો.
કિયારાએ જયમાલા પહેરાવ્યા બાદ સિદ્ધાર્થે પણ કિયારાને જયમાલા પહેરાવી.
જયમાલા પહેરાવ્યા બાદ સિદ્ધાર્થે પોતાની બ્રાઈડ કિયારાને કિસ કરી અને ફૂલોની વર્ષા થવા લાગી.