Get The App

Yodha poster: રીલિઝ પહેલા જ રેકોર્ડ: હવામાં લોન્ચ થયું 'યોદ્ધા'નું પોસ્ટર

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
Yodha poster: રીલિઝ પહેલા જ રેકોર્ડ: હવામાં લોન્ચ થયું 'યોદ્ધા'નું પોસ્ટર 1 - image

Image:Twitter 

નવી દિલ્હી,તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'યોદ્વા'ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મથી સિદ્ધાર્થ મલ્હોત્રા બોક્સ ઓફિસ પર જોરદાર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મ 'યોદ્ધા'ને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. હવે ફિલ્મને લઇનેવધુ એક અપડેટ્સ સામે આવી છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્વા'નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝરને લઈને અપડેટ્સ પણ સામે આવ્યા છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્વા'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેની પાછળનું કારણ એકદમ ખાસ છે, તો ચાલો જાણીએ શું છે. મહત્વની વાત એ છેકે, ફિલ્મનું પોસ્ટર દુબઈમાં 13 હજાર ફૂટની ઊંચાઈથી લોન્ચ કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો પોસ્ટર લઈને પ્લેનની અંદર જાય છે અને પછી પોસ્ટર લઈને પ્લેનમાંથી કૂદી પડે છે. આ પછી પોસ્ટર આકાશમાં ખુલે છે અને ફિલ્મના હીરોનો લુક સામે આવે છે. સિદ્ધાર્થની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

મહત્વનું છેકે, હિન્દી સિનેમામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મનું પોસ્ટર આટલી ઊંચાઈથી લોન્ચ કરવામાં આવ્યું હોય.

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મમાં એક યોદ્ધાની સ્ટોરી દર્શાવવામાં આવી છે જે આતંકવાદીઓ સામે લડે છે જે વિમાનને હાઇજેક કરે છે અને પ્લેનમાં હાજર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવશે. આ યોદ્ધાની ભૂમિકામાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે, જે એક સોલ્જરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ પહેલા સિદ્ધાર્થે 'શેરશાહ'માં સૈનિકની ભૂમિકા ભજવી હતી. દિશા પટણી અને રાશિ ખન્ના આ ફિલ્મમાં પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

આ દિવસે ફિલ્મનું ટીઝર થશે રિલીઝ 

આ નવા પોસ્ટરની સાથે અભિનેતાએ ફિલ્મના ટીઝરની ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મનું ટીઝર 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઇ રહ્યુ છે. આ ફિલ્મ 13 માર્ચે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. 


Google NewsGoogle News