સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની આગામી રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ નવી મુંબઇમાં શરૂ
- જોકે અભિનેત્રી ફિલ્મના શૂટિંગમાં જાન્યુઆરીથી જોડાશે
મુંબઇ: સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વખત રોમાન્સની દુનિયામાં કદમ રાખી રહ્યો છે. તે જાહ્નવી કપૂર સાથે એક રોમેન્ટિક ફિલમ પરમ સુંદરીમાં જોવા મળવાનો છે. તુષાર જલોટાના દિગ્દર્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ નવી મુંબઇના નેરુલમાં શરૂ થઇ ચુક્યું છે. જેનું પહેલું શેડયુલ બે અઠવાડિયા સુધી ચાલવાનું છે. જોકે જાહ્નવી જાન્યુારીની શરૂઆતમાં શૂટિંગમાં જોડાશે.
ફિલ્મ પરમ સુંદરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીના એક બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળવાનો છે.
જ્યારે જાહ્નવી કપૂર કેરલની એક સ્વતંત્ર વિચારોવાળી યુવતીની ભૂમિકામાં જોવા મળશે.
જાહ્વવી જાન્યુઆરીથી શૂટિંગમાં જોડાયા પછી તેના અને સિદ્ધાર્થના રોમેન્ટિક દ્રશ્યોને શૂટ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ નવી મુંબઇ, કેરલ અને દિલ્હીમાં કરવામાં આવશે.