સિદ્ધાર્થની વેબ સીરીઝ આગામી દિવાળીએ રજૂ થશે
- ઓટીટીમાં પણ તહેવારનું ટાઇમિંગ
- રોહિત શેટ્ટીની આ વેબ સીરીઝમાં વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ હશે
મુંબઇ : રોહિત શેટ્ટીની વેબ સીરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' આગામી દીવાળીએ રજૂ થશે. આ વેબ સીરીઝમા ં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. રોહિત શેટ્ટી માટે સર્જક તરીકે અને સિદ્ધાર્થ માટે અભિનેતા તરીકે આ પહેલી વેબ સીરીઝ હશે. સિદ્ધાર્થ સાથે વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ મહત્વના રોલમાં છે. આ સીરીઝનું ઘણું શૂટિંગ થઈ ચૂક્યું છે અને હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ સીરીઝ ખાતર 'રાઉડી રાઠોર'ની સિકવલ પણ જતી કરી છે. સિદ્ધાર્થનું માનવું છે કે તે એક સમયે એક જ પોલીસ અધિકારીની ભૂમિકાને ન્યાય આપી શકશે.
સિદ્ધાર્થની ફિલ્મ કારકિર્દી ધાર્યા મુજબ આગળ વધી નથી. શાહીદ કપૂરને 'ફર્જી'માં એક્શન રોલમાં સફળતા મળી તે પછી સિદ્ધાર્થને આશા છે કે આ એક્શનપેક વેબસીરીઝથી તેની પણ કારકિર્દી ઉંચકાશે.