સિદ્ધાર્થ શુક્લાની આગામી ફિલ્મ પ્રભાસ સાથેની હશે
- આ ફિલ્મ રૂપિયા 500 કરોડના બજેટની હોવાની ચર્ચા
મુંબઇ : ટેલિવિઝનનો જાણીતો અભિનેતા સિદ્ધાર્થ પોતાની આવનારી વેબ સીરીઝ બ્રોકન બટ બ્યુટિફુલ ૩ને લઇને ચર્ચામાં છે. હવે તે પ્રભાસ સાથેની એક ફિલ્મમાં જોવા મળવાનો છે.
મળેલી વાતને સાચી માનીએ તો, સિદ્ધાર્થ શુક્લા ફિલ્મ આદિપુરુષમાં મેઘનાદનો રોલ નિભાવતો જોવા મળશે. ફિલ્મ આદિપુરુષના મેકર્સે જોકે હજી સુધી સત્તાવાર રીતે સિદ્ધાર્થના નામની ઘોષણા કરી નથી. પરંતુ ટ્વિટર પર આ સમાચાર જોવા મળી રહ્યા છે કે, સિદ્ધાર્થ શુક્લા આદિપુરુષનો હિસ્સો છે.
પ્રભાસની આ ફિલ્મ મેગાબજેટ ફિલ્મ છે જેને ઓમ રાઉત બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળવાનો છે. જ્યારે કૃતિ સેનન અને સૈફ અલી ખાન પણ આ ફિલ્મનો હિસ્સો છે. ક્રિતી સીતા અને સૈફ રાવણના પાત્રમાં જોવા મળશે.
આ ફિલ્મના મેકર્સ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રમાં કરવાની બદલે હૈદરાબાદમાં કરવાનું વિચારી રહ્યા છે.