સિદ્ધાર્થ મલ્હોત્રા યોદ્ધા પછી વધુ એક એક્શન ફિલ્મમાં

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
સિદ્ધાર્થ મલ્હોત્રા યોદ્ધા પછી વધુ એક  એક્શન ફિલ્મમાં 1 - image


- એકશન સ્ટાર તરીકે નામ જમાવવા પ્રયાસ

- આ ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈમાં ઉત્તરાખંડમાં શરૂ કરવાની જાહેરાત

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રાએ વધુ એક એક્શન ફિલ્મ સ્વીકારી છે. જોકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી. 

થોડા સમય પહેલાં 'તેરા ક્યા હોગા લવલી' નામની ફિલ્મ આવી હતી. તેના સર્જક બલવિંદર સિંઘ હવે નવી એક્શન  એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે. 

 આ ફિલ્મનું શૂટિંગ આવતા જુલાઈ માસમાં ઉત્તરાખંડથી શરુ થવાનું છે.  ફિલ્મની હિરોઈન તથા અન્ય કલાકારોની જાહેરાત હવે પછી થશે તેમ મનાય છે. 

સિદ્ધાર્થની 'યોદ્ધા' ફિલ્મ બહુ લાંબા સમય સુધી યોગ્ય રીલીઝ ડેટ માટે તરસતી રહી હતી. 

હવે તે ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ સિદ્ધાર્થને એક્શન સ્ટાર તરીકે ઉભરી આવવાના અભરખા હોય તેમ તેણે નવી ફિલ્મ સ્વીકારી છે. 


Google NewsGoogle News